Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

અરબી સમુદ્રની સિસ્‍ટમ્‍સ વાવાઝોડામાં પરિવર્તિત, જો કે ભારતથી દૂર જાય છે, ઓમાન-યેમેન તરફ ગતિ

‘લુબાન' વાવાઝોડાની અસરથી દરિયામાં તોફાની પવનો ફૂંકાશે : ચોમાસાએ વિદાય લીધી છે, વાવાઝોડાના પૂછડીયા વાદળોની અસરથી કયાંક છાંટાછૂટી પડી જાયઃ બંગાળની ખાડીમાં લોપ્રેસર છે, પણ તે સૌરાષ્‍ટ્ર - કચ્‍છને લાગુકર્તા નથી : ચોમાસાએ પણ વિદાય લીધી : અરબીની સિસ્‍ટમ વાવાઝોડામાં પરિવર્તિત ભારતથી દૂર ઓમાન - યેમેન તરફ ગતિ : આપણને અસર નહિં કરે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૮ : જાણીતા વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે કે દેશના મોટાભાગમાંથી દક્ષિણ પમિ ચોમાસાએ બે દિ' પહેલા વિદાય લીધી છે. જે ફકત દક્ષિણના રાજયોમાં ચોમાસાની વિદાય બાકી હતી. જે ૨૪ કલાકમાં વિદાય લેશે. સાથોસાથ શિયાળુ ચોમાસુ દક્ષિણના રાજયોમાં પ્રવેશ કરશે. થોડા દિવસ પહેલા દક્ષિણ પૂર્વ અરબીસમુદ્રમાં એક લોપ્રેસર થયેલ જે ક્રમશઃ મજબૂત બની ડીપ્રેશનમાં પરિવર્તિત થયુ હતું. ગઈકાલે સાંજે ડિપડિપ્રેશન હતુ અને આજે સવારે મજબૂત બની વાવાઝોડાનું નામ છે ‘‘લુબાન'' આ નામ ઓમાન દેશે રાખ્‍યું છે.

હાલમાં આ વાવાઝોડાનું લોકેશન ૧૨.૩ નોર્થ ૬૨.૪ ઈસ્‍ટ જે વેસ્‍ટ સેન્‍ટ્રલ અને લાગુ દક્ષિણ પમિ અરબી સમુદ્ર વાવાઝોડુ તિવ્ર વાવાઝોડામાં ૨૪ કલાકમાં પરિવર્તિત થશે. હાલ ૬૫ થી ૭૫ કિ.મી.ની ઝડપ છે. આવતા દિવસોમાં ૧૦૦ કિ.મી. ઝડપ થઈ જશે. ઝાટકાના પવન વધીને ૧૨૫ કિ.મી. થઈ જશે.

તા.૧૧, ૧૨ આસપાસ આ સિસ્‍ટમ્‍સ ભારત દેશથી દૂર જાય છે. ઓમાન યેમેનના કોસ્‍ટ તરફ જાય છે જેથી સૌરાષ્‍ટ્ર - કચ્‍છ- ગુજરાતને મોટા વરસાદની શકયતા નથી અને ચોમાસાએ પણ વિદાય લીધી છે પણ કયારેક આ સિસ્‍ટમ્‍સના પૂછડીયા વાદળો પસાર થતા હોય કયાંક છાંટાછુટીની શકયતા છે. છેલ્લા થોડા દિવસોથી ગરમી પણ વધુ પડે છે.

કયારેક બપોર બાદ છાંટાછૂટી થઈ જાય. બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેસર છે. જે મજબૂત બની ડીપ્રેશનમાં પરિવર્તિત થશે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને લાગુ મધ્‍ય પૂર્વ બંગાળની ખાડીમાં છે. આ સિસ્‍ટમ્‍સ પણ સૌરાષ્‍ટ્ર - ગુજરાતને લાગુ નહિં પડે. વાવાઝોડુ હોય હવામાન ખાતાની સુચનાને અનુસરવું.

રાજકોટ ત્રણ ડીગ્રી ઉંચુ (નોર્મલથી ઉંચુ) આંશિક ઘટાડો જોવા મળશે. મંગળ-બુધથી ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે.

(11:53 am IST)