Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

રાજ્યમાં પરપ્રાંતિયો પર હુમલાને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો SRPની 17 કંપનીઓ તૈનાત :અત્યાર સુધી 342 લોકોની અટકાયત

અમદાવાદઃ હિંમતનગરમાં 14 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતિયો ઉપર લોકોનો રોષ ઠલવાયો છે. છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાઓ વધી છે અને તેમને રાજ્યમાંથી હાંકી કાઢવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. આ જોઈને રાજ્ય પોલીસ તંત્ર દ્વારા પરપ્રાંતિયોની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

રાજ્યના DGP શિવાનંદ જ્હાએ આ અંગે જણાવ્યું કે, પરપ્રાંતિયોની સુરક્ષા માટે રાજ્યમાં SRPની 17 કંપનીઓ તૈનાત કરી દેવાઈ છે. આ પ્રકારના હુમલા સંદર્ભે અત્યાર સુધી 342 લોકોની અટકાયત કરાઈ છે. પોલીસ તંત્ર દ્વારા એક એકશન પ્લાન બનાવાયો છે, જેમાં SP કક્ષાના સુધીના અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે

(8:14 pm IST)