Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

ડીસાના ખેંટવા ગામ નજીક રેલવે લાઈન પર યુવક અને યુવતીએ ટ્રેક પર પડતુ મુકીને જીવન ટુકાવ્યુ

ઢેઢાલ ગામનો યુવક અને દામા ગામની યુવતીએ જીવનલીલા સંકેલી

 

ડીસા તાલુકાના ખેટવા ગામ નજીક એક યુવક તેમજ એક યુવતી દ્વારા રાત્રી સમયે રેલવે ટ્રેક પર પડતું મૂકી જીવન લીલા સંકેલી લીધી હતી

 મળતી વિગત મુજબ .ભીલડી પાલનપુર રેલવે ટ્રેક ઉપર ખેટવા ઇન્દીરાનગર પાસે ડીસા તાલુકાના ઢેઢાલ ગામના યુવાન પ્રવિણજી બળવતજી ઠાકોર ઉંમર વર્ષ ૨૨ તેમજ ડીસા તાલુકાના દામા ગામની યુવતી કંકુબેન પરબતજી ઠાકોર કોઈ અગમ્ય કારણોસર રેલવે ટ્રેક પર પડતું મૂકી જીવનલીલા સંકેલી લીધી હતી

  .આ અંગેની જાણ રેલવે પોલીસને થતા પંચનામુ કરી લાશોનો કબજો લઈ બેને લાશોનુ સામુહિક આરોગ્ય કેન્દ્ર ભીલડી ખાતે પીએમ કરાવી લાશો તેમના વાલીવારશોને સોપી હતી.જેની વધુ તપાસ ભીલડી રેલવે પોલીસ એસઆઇ નટવરસિહ ચાવડા ચલાવી રહ્યા છે.

 

(12:00 am IST)