Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પાવગઢ દર્શન કરીને પરત ફરતી મુસાફરો ભરેલી જીપ ખાડામાં પલ્ટી મારી જતા ચારને ઇજા

 

પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ નજીક જીપનો અકસ્માત થયો હતો. પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહેલા દર્શનાર્થીઓ ભરેલી જીપ રોડની બાજુના ખાડામાં પલટી મારી ગઈ હતી. જેના પગલે ચાર મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જેમને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી 2 લોકોની હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી

(11:54 pm IST)