Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સુરતના દુષ્કર્મ કેસના આરોપી ડો,પ્રફુલ દોશીના મહિલા મિત્ર રૂપલ શાહની પોલીસ દ્વારા પૂછપરછ

 

સુરત:જાણીતા ડો.પ્રફુલ દોષી વિરુદ્ધ દુષ્કર્મના ગુના મામલે ગાયનેકોલોજીસ્ટ મહિલા મિત્ર રૂપલ શાહને પૂછપરછ માટે પોલીસ મથકે બોલાવવામાં આવી હતી.અને રેન્જ વન પોલીસ અધિકારીની હાજરીમાં પૂછપરછ કરાઈ હતી. અન્ય તબીબો પણ અઠવા પોલીસ મથકે પહોંચ્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે રિણીતાની ફરિયાદને આજે ત્રીજો દિવસ છતાં આરોપીને પકડવા પોલીસના હાથ ટુંકા પડી રહ્યાં છે. અઠવા પોલીસ મથકના પીઆઇ સામે દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતાએ દબાણના આક્ષેપ કર્યો હતો. જો કે પોલીસ આરોપી તબીબને બચાવવાના પ્રયાસમાં હોવાની શહેરમાં ચર્ચા  જાગી છે.

(10:52 pm IST)