Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG અને PNGના ભાવ પણ દઝાડશે:અદાણી ગેસે ભાવ વધાર્યા

સીએનજીમાં પ્રતિ કિલો 1 અને પીએનજીમાં 13નો વધારો કરાયો

અમદાવાદ :રાજ્યમાં ગેસ પુરવઠો પુરો પાડતી ખાનગી કંપની અદાણી દ્વારા અમદાવાદ અને વડોદરામાં CNG અને PNGના ભાવમાં વધારો કરાયો છે. આગામી દિવસોમાં અન્ય કંપનીઓ પણ ગેસના ભાવ વધારે તેવી શક્યતા છે. 

  અદાણી ગેસ દ્વારા CNGમાં પ્રતિકિલો રૂ.1નો વધારો કરાયો છે, એટલે હવે CNGનો નવો ભાવ રૂ. 52 પ્રતિકિલો થઈ ગયો છે. આ સાથે ઘરેલુ વપરાશમાં લેવાતા પાઈપલાઈન્ડ ગેસ(PNG)નો ભાવ અદાણી ગેસ દ્વારા 630 પ્રતિ MMBTUમાં રૂ.13નો વધારો કરીને રૂ.643 પ્રતિ MMBTU કરવામાં આવ્યો છે. 

  ડોલરની સામે રૂપિયાની કિંમતમાં થઈ રહેલા સતત ઘટાડાને પગલે ગેસના ભાવમાં વધારો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. હવે, ગેસના ભાવમાં પણ વધારો થતાં પ્રજા માટે તો દાઝ્યા પર ડામ લાગ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. 

 

(10:07 pm IST)