Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

વડોદરામાં ફેક્ટરી માલિકની પત્નીના હત્યા કેસમાં નવો વળાંક:પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ કરી આત્મહત્યા

વડોદરા શહેરના તરસાલી-સુશેન રોડ પર આવેલા આનંદબાગ સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિકની પત્નીના હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. ફેક્ટરી માલિકની પત્ની કુંજલ પંચાલની હત્યા કર્યા બાદ તેના પ્રેમી મીત ગોરાનાએ કરીને રેલવે ટ્રેન નીચે પડતું આપઘાત કરી લીધો હતો. સમાજના ડરથી કુંજલે જ પ્રેમી મીતને જણાવ્યું હતું કે, પહેલાં તું મને મારી નાંખ, અને પછી તું મરી જજે.

(8:28 pm IST)