Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

હિંમતનગરમાં મેઘરાજાની ફરીવાર ધમાકેદાર એન્ટ્રી :ધોધમાર વરસાદથી રસ્તાઓ તરબોળ

બફારાથી ત્રસ્ત શહેરીજનોને રાહતની લાગણી ;ખેડૂતોમાં ખુશીનો માહોલ

:હિંમતનગર ફરીથી વરસાદનું ધમાકેદાર આગમન થયું છે. શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે શહેરનું વાતાવરણ સદંતર બદલાઇ ગયુ હતું. થોડા દિવસોથી બફારાનો ત્રાસ ભોગવી રહેલા નગરજનોને વરસાદને કારણે ઠંડકનો એહસાસ થયો હતો

  ધોધમાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં રસ્તા પાણીથી તરબતર થઇ ગયા હતા તો કટલાક લોકોએ વરસાદથી બચવા આસપાસ સુરક્ષિત જગ્યાએ આશરો લીધો હતો. આ વરસાદે ધરતી પુત્રોને ખુશખુશાલ કરી દીધા હતા.

(8:16 pm IST)