Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ગુજરાતમાં ૨૨ ટકા જેટલો ઓછો વરસાદ રહેતા ચિંતા

ગુજરાત પણ ઓછા વરસાદવાળા રાજ્યોમાં સામેલ :આ મહિનામાં મોનસૂનની ગતિ ઘટી ગઈ :ગીરસોમનાથ, ડાંગ, નવસારીમાં સામાન્ય કરતા ૨૦ ટકાથી વધુ વરસાદ

અમદાવાદ, તા.૮ :ગુજરાતમાં ૨૨ ટકા ઓછો વરસાદ હજુ સુધી નોંધાયો છે જે ચિંતાજનક બાબત દેખાઈ રહી છે. નવેસરના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં ૨૨ ટકા જેટલો ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગના અધિકારીઓના કહેવા મુજબ રાજ્યમાં હજુ વરસાદની શક્યતા દેખાઈ રહી છે પરંતુ આ વર્ષે ૬૯૧ મીમી સરેરાશ સુધીનો આંકડો થઈ જાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. ગુજરાત છ ભારતીય રાજ્યો પૈકી એક રાજ્ય છે જેમાં આ વર્ષે ઓછો વરસાદ ઓછો થયો છે. અન્ય રાજ્યોમાં હરિયાણાં ૨૦ ટકા, મણીપુરમાં ૫૩ ટકા, મેઘાલયમાં ૪૧ ટકા, અરૃણાચલમાં ૩૬ ટકા અને આસામમાં ૨૩ ટકા જેટલો ઓછોવ વરસાદ થયો છે. આઈએમડીની વેબસાઈટમાં આ મુજબની વાત કરવામાં આવી છે. કુલ ઓછા વરસાદનો આંકડો ભારતમાં સાત ટકાની આસપાસનો રહ્યો છે. ગુજરાતમાં હજુ પણ આ મોનસૂનની સિઝનમાં વરસાદ થવાની શક્યતા છે. છેલ્લા ત્રણ વર્ષથી લેટ મોનસૂનનો ગાળો રહ્યો છે. સાતમી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વાર્ષિક સિઝનલ વરસાદ પૈકી ૮૨ ટકા વરસાદ થયો છે. ૨૦૧૭માં ૭૭ ટકા અને ૨૦૧૭માં ૯૪ ટકા વરસાદ થયો હતો. ગુજરાતમાં ઓછા વરસાદના આંકડા ચોક્કસપણે ચિંતા ઉપજાવે છે. સૌથી વધારે જે વિસ્તારમાં વરસાદ થયો છે તેમાં ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ અને આણંદનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં સામાન્ય કરતા વધારે વરસાદ થયો છે. ગીર સોમનાથમાં ૭૩ ટકા જેટલો વરસાદ સામાન્ય કરતા વધારે રહ્યો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હાલત કફોડી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૭ ટકા ઓછો વરસાદ થયો છે. પાટણ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર અને મહેસાણામાં ઓછો વરસાદ થયો છે. ગુજરાતમાં ઓછો વરસાદનો આંકડો ૨૨ ટકાનો રહ્યો છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડા મુજબ આ વર્ષે વરસાદની ટકાવારી જુદી જુદી રહી છે. જૂનમાં ૧૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. આ વર્ષે કેટલાક શહેરો અને તાલુકાઓમાં ૨૪ કલાકમાં તેમની સિઝનલ વરસાદ કરતા ૧૦ ટકાથી વધુ વરસાદ થયો હતો. રાજ્ય સરકારે હાલમાં જ ખરીફ પાકની સિંચાઈ માટે નર્મદા પાણી પુરવઠાની જાહેરાત કરી હતી. પાણીની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ૨૦ ટકાથી વધુ વરસાદ સામાન્ય કરતા જે વિસ્તારોમાં રહ્યો છે તેમાં ગીર સોમનાથ, ડાંગ, નવસારીનો સમાવેશ થાય છે. જ્યારે ઓછો વરસાદ જ્યાં રહ્યો છે તેમાં પાટણ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગરનો સમાવેશ થાય છે. ઘણા વિસ્તારમાં ૨૦ ટકાથી ૫૯ ટકા સુધી ઓછો વરસાદ રહ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદનો સમાવેશ થાય છે. બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહિસાગરમાં પણ આવી જ સ્થિતિ રહી છે. છોટાઉદેપુરમાં પણ આવી જ સ્થિતિ રહી છે. નોર્મલ વરસાદ થયો છે તેમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૃચ, સુરત, તાપીનો સમાવેશ થાય છે. જ્યારે જ્યાં વરસાદની અછત રહી છે તેમાં કચ્છ, પાટણનો સમાવેશ થાય છે.

 

વરસાદનું ચિત્ર શું રહ્યું...

અમદાવાદ, તા.૮ :ગુજરાતમાં મોનસૂનની સિઝનમાં સાતમી સપ્ટેમ્બર સુધી ૨૨ ટકા જેટલો ઓછો વરસાદ રહ્યો છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ક્યાં કેટલો વરસાદ થયો તે નીચે મુજબ છે.

વધુ વરસાદ ધરાવતા જિલ્લા

જિલ્લો                    સામાન્ય કરતા વધુ વરસાદ

ગિરસોમનાથ................................................... ૭૩

ડાંગ................................................................ ૨૩

નવસારી.......................................................... ૨૧

વલસાડ........................................................... ૧૮

આણંદ............................................................. ૧૨

ઓછો વરસાદ ધરાવતા જિલ્લા

પાટણ............................................................. -૬૧

કચ્છ............................................................... -૬૦

બનાસકાંઠા...................................................... -૫૮

ગાંધીનગર...................................................... -૫૫

મહેસાણા......................................................... -૫૪

નોંધ :વધુ વરસાદમાં આંકડા સામાન્ય કરતા ૨૦ ટકા અથવા વધુ વરસાદના છે. જ્યારે ઓછા વરસાદના જિલ્લામાં આંકડા -૨૦ ટકાથી -૫૯ ટકા ઓછા વરસાદના છે.

(8:12 pm IST)