Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

૨૨ વર્ષ જુના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સંજીવ ભટ્ટના રિમાન્ડની ચીનલી કોર્ટે ના પાડતા સરકારે હાઇકોર્ટમાં રિમાન્ડ માંગ્યા

અમદાવાદઃ પાલનપુર કોર્ટે ફરજમુક્ત કરવામાં આવેલ IPS અધિકારી સંજીવ ભટ્ટ અને તેમના અન્ય એક સાથીના રીમાન્ડ 22 વર્ષ જૂના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં મંજૂર કરતા શુક્રવારે તરત રાજ્ય સરકાર હાઈકોર્ટમાં પહોંચી હતી અને બંનેના કસ્ટોડિયલ ઇન્ટરોગેશન માટે રીમાન્ડ માગ્યા હતા અને કહ્યું કે નીચલી કોર્ટ દ્વાર રિમાન્ડ નામંજૂર કરવા એક પ્રકારની અવજ્ઞા છે.

હાઈકોર્ટના જસ્ટિસ આર.પી ઢોલરીયાએ સરકારની અરજી સ્વીકારી હતી. પોતાની અરજીમાં સરકારે કહ્યું કે, સંજીવ ભટ્ટ અને તેમના સાથી આઈ.બી. વ્યાસની પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ જરુરી છે. જોકે હાઈકોર્ટમાં સાપ્તાહિક રજાના બે દિવસ હોવાથી સરકારની પીટિશન પર સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

નીચલી કોર્ટના ઓર્ડર અંગે રાજ્ય સરકારે કહ્યું કે, ‘મેજીસ્ટ્રેટે કેસની વધુ તપાસના હાઈકોર્ટના બે ઓર્ડરને પોતાનો ચૂકાદો આપતા સમયે ધ્યાન પર લીધો નહોતો. જ્યારે રાજ્ય સરકારે રિમાન્ડની અપીલ કરતા કોર્ટ સમક્ષ કેસમાં તપાસ માટે હાઈકોર્ટના પણ બે ઓર્ડર લક્ષ્ય પર મુક્યા હતા. જોકે તેમણે ઓર્ડર ધ્યાન પર નહોતો લીધો જ્યારે તમામ જ્યુડિશિયલ ઓફિસર હાઈકોર્ટના આદેશ માનવા માટે બંધાયેલ હોય છે.’

નીચલી કોર્ટે રિમાન્ડની મંજૂરી આપતા કહ્યું કે એવા કેસમાં રિમાન્ડ માગવામાં આવી રહ્યા છે જે 22 વર્ષ બાદ ખોલવામાં આવ્યો છે. જોકે સરકારી પક્ષે દલીલ કરી હતી કે કેસ હાઈકોર્ટના ઓર્ડરથી ચાલી રહ્યો છે જેથી સમયનો ગેપ કોઈ પ્રશ્ન રહેતો નથી. તેમજ રાજ્ય સરકારે નીચલી કોર્ટના અવલોકનને પણ ચેલન્જ કર્યું હતું કે બે દસકા બાદ પણ આરોપીઓ પાસેથી પોલીસને કંઈ નથી મળ્યું. સરકાર પક્ષે કહ્યું કે, ‘તપાસ અધિકારીઓ 1.015kg ઓપિયમ મળી આવ્યું હતું જે રાજસ્થાનના પાલી બેઝ્ડ એડવોકેટ સુમેરસિંહ રાજપુરોહિતને ફસાવવા માટે કથીત રીતે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું અને તેમને પાલી ખાતે આવેલ દુકાન ખાલી કરવા માટે ધાક-ધમકી આપવામાં આવી હતી.

(5:22 pm IST)