Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

અગાઉ કઠલાલમાં પત્નીની હત્યા કરનાર પતિને કોર્ટે આજીવન કેદની સજાની સુનવણી કરી

કઠલાલ:માં ચાર વર્ષ પૂર્વે નજીવી બાબતે ઉશ્કેરાઈને એક વ્યક્તિએ પરણિતાને મોતને ઘાટ ઉતાર્યાની ચકચારી ઘટનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પોતાના પુત્રને ખીજવનારને ઠપકો આપનારી માતા ઉપર આરોપીએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં માતાનું અમદાવાદ સિવીલમાં સારવાર દરમ્યાન મોત થયું હતુ.

કઠલાલમાં કાણીયેલ નજીક સરાલી સીમમાં દિલીપભાઈ કાનજીભાઈ બારૈયાએ ઑક્ટોબર ૨૦૧૩ના રોજ સવારે ૧૧ કલાકે ફરીયાદી ભગવતભાઈ ગેબાભાઈ બારૈયાના દિકરા કમલેશને ખીજવ્યો હતો. જેથી ભગવતભાઈની પત્ની અને કમલેશની માતા મંજુલાબેન આરોપીને તેમના દિકરાને ખીજવવા બાબતે ઠપકો આપ્યો હતો. જ્યાં આરોપી દિલીપભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈને મંજૂલાબેનને પાવડાના ઘા માર્યા હતા

જેથી મંજૂલાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સમયે મંજૂલાબેનને કઠલાલ સરકારી હોસ્પિટલ બાદ અમદાવાદ સિવીલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતુ. આરોપીએ કરેલા પાવડાના હુમલાના કારણે મંજૂલાબેનને માથાના ભાગે ચામડી ચીરાઈ ગઈ હતી. મૂજબની ફરીયાદ કઠલાલ પોલીસ મથકે .પી.કો કલમ ૩૦૨ અને ૩૦૭ મૂજબ નોંધાઈ હતી

(4:42 pm IST)