Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

અગમ્ય કારણોસર આણંદના બાકરોલમાં યુવતીએ એસિડ ગટગટાવ્યું

આણંદ: તાલુકાના બાકરોલ ગામે રહેતી એક ૧૮ વર્ષીય યુવતીએ નાપાસ થવાના ડરે એસીડ પીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે

 

પ્રાપ્ત વિગતો અનુસાર બાકરોલ ગામે રહેતી અને નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ધરતી દેસાઈ નામની યુવતીએ ગત ૩જી તારીખના રોજ પોતાા ઘરે એસીડ પી લીઘો હતો જેથી તેણીને તુરંત સારવાર માટે આણંદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં આજે સવારે તેણીનું અવસાન થયું હતુ

પોલીસના જણાવ્યા અનુસાર આપઘાત કરનાર ઘરતી દેસાઈ અગાઉ બારમાં ધોરણમાં બે થી ત્રણ વખત નાપાસ થઈ હતી અને ત્યારબાદ નસીંગનો કોર્સ જોઈન્ટ કર્યો હતો જો કે તેમાં પણ તે નાપાસ થશે તેવો ડર તેને પેસી ગયો હતો જેને લઈને એસીડ પી લીધુ હતુ.

(4:42 pm IST)