Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પેટલાદના નાર ગામે બુટલેગરે મોકલેલ દારૂના જથ્થા પર પોલીસે દરોડા પાડ્યા

પેટલાદ: તાલુકાના નાર ગામે રહેતા અને વિદેશી દારૂનું ધુમ વેચાણ કરતા બુટલેગર દ્વારા આમોદ ગામે આવેલા સરદાર આવાસના એક મકાનમાં ઉતારેલી ૨૫ પેટી બીયર આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડીને આ અંગે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે એલસીબી પોલીસને હકીકત મળી હતી કે, નારના બુટલેગર મહેશ ઉર્ફે જીગો મગનભાઈ પરમારે આમોદ ગામે આવેલા સરદાર આવાસમાં રહેતા કમળાબેન સોલંકીના મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતાર્યો છે જેથી પોલીસે છાપો મારતાં મહેશ ઉર્ફે જીગો પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે મકાનની તલાશી લેતાં અંદરથી ૨૫ પેટી બીયરની કે જેની કિંમત ૬૦ હજાર રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો. પોલીસે બીયરનો જથ્થો જપ્ત કરીને પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ઘરી છે. 
 

(4:41 pm IST)