Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ખેડા એલસીબીએ ભુંગળીયા નજીક એક લાખના દારૂના જથ્થા સાથે 6 શખ્સોની ધરપકડ કરી

ખેડા: એલસીબી પોલીસે કપડવંજ તાલુકાના ભુગળીયા નજીક આવેલ શેલગઢ ગામે રમાતા શ્રાવણીયા જુગાર પર દરોડો પાડીને ૬ જુગારીઓને રૂ.૯૨,૫૮૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. 

 


આ અંગે મળતી માહિતી મુજબ ખેડા એલસીબી પોલીસે જિલ્લામાં શ્રાવણ માસમાં રમાતા જુગારને અટકાવવા અભિયાન હાથ ધર્યું છે. પોલીસને એવી માહિતી મળી હતી કે કપડવંજ તાલુકાના ભુંગળીયા નજીક આવેલા શેલગઢના ખોડીયાર માતાના મંદિરની બાજુમાં કેટલાક વ્યક્તિઓ પત્તાપાનાનો જુગાર રમે છે. તેથી પોલીસે દરોડો પાડ્યો હતો. રણજીતભાઈ ભવાભાઈ ચૌહાણ, રફીકભાઈ ઉર્ફે ફકીરભાઈ કુરેશી, અંદરસિંહ હેમતાજી ઝાલા, ઉસ્માનખાન પઠાણ, શૈલેષભાઈ રાઠોડ અને ફઝલબેગ યાકુબબેગ મિર્ઝાને પકડી પાડી મોબાઈલ, રોકડ તેમજ બે મોટરસાઈકલ મળી કુલ રૂ.૯૨,૫૮૦ નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. 
 

(4:41 pm IST)