Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

રાજશ્રી પોલીપેકનો આઇપીઓ ૧૦મીએ ખુલશે : ૧૨મીએ થશે બંધ

(કેતન ખત્રી) અમદાવાદ : થાણેની રાજશ્રી પોલીપેક લિમીટેડનો આઇપીઓ ૧૦ સપ્ટેમ્બરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. ઓફરના નવા ૨૯,૬૦,૦૦૦ ઇકવીટી શેર સામેલ છે. જે દરેક ફેસ વેલ્યુ રૂ.૧૦ છે. જેની સંપુર્ણ ચુકવણી રોકડમાં થશે. ઇશ્યુની પ્રાઇઝ બેન્ડ રૂ.૧૧૯ થી ૧૨૧ છે. જેથી ઇશ્યુનુ કદ રૂ.૩,૫૨૨.૪૦ લાખથી રૂ. ૩,૫૮૧.૬૦ લાખ થાય છે.

ઇકિવટી શેરનું લિસ્ટીંગ નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડના ઇમર્જ પ્લેટફોર્મ પર થશે. ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર પીએલ કેપીટલ માર્કેટસ પ્રાઇવેટ લિમીટેડ છે. આઇપીઓ બંધ થવાની તા. ૧૨ છે. વાર્ષિક ૧૦૦૦૦ મીલીયન ટનની ક્ષમતા અને ૧૦૦ થી વધારે ઉત્પાદનો કરવાની ક્ષમતા ધરાવતી ત્રણ ફેકટરી દમણમાં સ્થાપિત કર્યા પછી રાજશ્રી પોલીપેકે દમણમાં ચોથી ફેકટરી સ્થાપિત કરવા ધિરાણના ઉદ્દેશ સાથે તેનો આઇપીઓ લોન્ચ કર્યો છે. છેલ્લા ચાર વર્ષમાં રાજશ્રી પોલીપેકે કામગીરીમાંથી એની આવકમાં ૧૯.૯૭ ટકા સીએજીઆરની વૃધ્ધિ કરી છે અને ચોખ્ખા નફામાં ૧૩૪.૬૬ ટકા સીએજીઆરની વૃધ્ધિ નોંધાવી છે.(૪૫.૨)

(4:05 pm IST)