Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

યુનિચાર્મે સાણંદમાં સૌથી મોટુ ઉત્પાદન એકમ શરૂ કર્યુ

(કેતનખત્રી) અમદાવાદ : અગ્રણી ડિસ્પોઝેબલ હાઈજીન ઉત્પાદક યુનિચાર્મ ઈન્ડિયા પ્રા.લી.એ અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર સાણંદમાં તેના સૌથી મોટા ઉત્પાદન એકમનું ઉદ્દઘાટન કરવાની જાહેરાત કરી છે. આ ઉત્પાદન એકમ ૩,૦૦,૦૦૦ ચો.મી. વિસ્તારમાં ફેલાયેલુ છે અને તે ભારતમાં યુનિચાર્મના લોકપ્રિય ઉત્પાદનો - મમીપાકો, સોફી અને લીફીની વધી રહેલી માંગ પૂરી કરવા સક્ષમ બનશે અને તેનો પૂરવઠો પૂરો પાડશે. ભારતીય બજાર ઉપરાંત મહત્વના ૪-૫ વૈશ્વિક બજારોમાં ઉત્પાદનોની નિકાસ માટે પણ આ એકમનો ઉપયોગ કરાશે. યુનિચાર્મે તેના ઉત્પાદનોના કાચા માલ માટે ભારતીય સપ્લાયર્સ સાથે કરાર કરી લીધા છે.

ભારતમાં સ્વચ્છતા ઉત્પાદનોની કેટેગરીમાં બ્રાન્ડ નંબર - ૧ બનવા અને તેના ગ્રાહકોને વધુ સારી સેવા આપવાના કંપનીના પ્રયાસોને અનુરૂપ આ જાહેરાત કરવામાં આવી છે. નાણાકીય વર્ષ ૨૦૧૭માં વેચાણ અને નફાકારકતાની દૃષ્ટિએ યુનિ ચાર્મ માટે ભારત એક અગ્રણી બજાર તીરકે ઉભરી આવ્યુ છે અને નાણાકીય વર્ષ ડિસેમ્બર-૨૦૧૮ના અંત સુધીમાં ભારતમાં વેચાણ + ૨૦-૨૫% વધવાની અપેક્ષા સેવાઈ રહી છે. કંપની ૮૦૦ અબજ યેન (રૂ.૫૧૨.૭૩ અબજ)ના સંયુકત ચોખા વેચાણ માટે ૭%ના ચોખા વેચાણ સંયોજન વાર્ષિક વૃદ્ધિ દર (સીએનઆર ૨૦૨૦માં કોર ઓપરેટીંગ આવકના ૧૫% અને આરઓઈના ૧૫% માટે લક્ષ્ય ધરાવે છે.(૩૭.૧૦)

(4:05 pm IST)