Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પાટણમાં હાર્દિક પટેલનાં સમર્થનમાં કાલે પાટીદાર સમાજ દ્વારા સદભાવના યાત્રા

કોંગ્રેસનાં ધારાસભ્યો જોડાશેઃ ખોડીયાર મંદિરથી ઉંઝા ઉમીયા માતાજીધામ પહોંચશે

પાટણ, તા. ૮ :. પાટીદાર સમાજ દ્વારા પાટણ ખોડીયાર માતાના મંદિરથી સદ્ભાવના યાત્રા ઉંઝા ઉમિયાધામ રવિવારે જશે. જે અંગે પાટણ પાસના કાર્યકરો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે.

છેલ્લા પંદર પંદર દિવસથી પાસના કન્વીનર હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ ઉપર છે. તેની તબીયત પણ નાજુક પરિસ્થિતિમાં છે છતા રાજ્ય સરકાર તરફથી કોઈ વાતચીત ન થતા ઠેરઠેરથી પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજો તરફથી હાર્દિકને અનામત, ખેડૂતોના દેવા નાબુદ અને પાસના કાર્યકર અલ્પેશ પટેલને રાજદ્રોહમાં પુરાવાના વિરોધમાં હાર્દિક ઉપવાસ આદર્યા છે.

પાટણ પાટીદાર અનામત સમિતિ દ્વારા સરકારને સદબુદ્ધિ આપે તેમજ હાર્દિકનુ સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે પાટણ ખોડલધામથી ઉંઝા ઉમિયા ધામ સુધીનું પગપાળા સદભાવના યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પદયાત્રાના પાટણ વિભાગના ના ૯૦ ગામના ૧ર જેટલા પાટીદારો હાજર રહેશે તેમ પાસના આગેવાનો જણાવ્યું હતું પાટણથી નિકળી ઊંંઝા જતી પદયાત્રાને વચ્ચે આવતા તમામ ગામોના લોકોને તેમનું સામૈયુ કરશે પદયાત્રાના પ્રારંભ મુસ્લીમ બીરાદરો કબૂતરો ઉડાળી પદયાત્રાનું પ્રસ્થાન કરાવશે.

રસ્તામાં આવતા અન્ય સમાજના લોકો પણ તેમનું સ્વાગત કરશે.

યાત્રમાં  ઉમયફાના ઉંઝા સ્થાનકે પહોંચી હુંડી આપી સરકારને ભગવાન સદબુધ્ધી આપે હાર્દિકનું સ્વાથ્ય સારૂ થાય ખેડૂતોના દેવા માફ થાય અનામતનો પ્રશ્ન ઉકેલે તે માટે ઉમીયા મા ને પ્રાર્થના કરાશે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા જણાવ્યું છે કે પાટણના કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, પાણટના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી કીરીટ પટેલ સિધ્ધપુરાના ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર, ઉંઝાના ધારાસભ્યશ્રી આશાબેન પટેલ તેમજ ઉતર ગુજરાતના આગેવાનો પાટણથી ઉંઝા સદભાવના પગપાળા યાત્રામાં મા ખોડલનો રથ લઇ જતા ખૂબ જ મોટો સમુદાય ઉપસ્થિત રહેશે.

(4:03 pm IST)