Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સુરતના ઉધનામાં પાવર લુમ્સ ફેકટરીમાં સ્લેબનાં પોપડા પડતા કામદારનું કરૂણમોત

મૃતક શ્રમિક પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં રહેતો હતો :પોલીસ-ફાયર બ્રિગેડ કાફલો દોડ્યો

સુરતના ઉધનામાં પાવર લુમ્સ ફેક્ટરીમાં સ્લેબના પોપડા પડતા કામદારનું મોત થયુ છે. ગત રાતના સમયે દર્શન ફેબ્રિક્સ નામની મિલની પાવર લુમ્સ ફેક્ટરીમાં સ્લેબના પોપડા પડ્યા હતા. મૃતક શ્રમિક પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં રહેતો હતો. સ્લેબના પોપડા પડ્યાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. સુરતમાં અસંક્યા જર્જરિત ડાઈંગ મિલો અને પાવર લુમ્સ ફેક્ટરી છે.

(1:14 pm IST)