Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ઓ બાપ રે ,,,અમદાવાદની કેરોલેક્સ ઓલિવ સ્કૂલે વાર્ષિક 7,87 લાખ ફી માંગી

અમદાવાદ :રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ અત્યાર સુધીની સૌથી વધુ ફી કેરોલેક્ષ ઓલિવ સ્કૂલે માંગી છે. અમદાવાદમાં આવેલી કેરોલેક્ષ ઓલિવ સ્કૂલે વાર્ષિક 7 લાખ 87 હજાર ફી માંગી છે. એફઆરસીએ વર્ષ 2017-18માં એક લાખ 45 હજાર પ્રોવિઝનલ ફી મંજૂર કરી છે.

 ત્રિપદા સિંગાપોર ઈન્ટરનેશલ સ્કૂલે બે લાખ વીસ હજાર ફી માંગી હતી. જ્યારે એફઆરસીએ વર્ષ 2017-18ની સાઠ હજાર તો 2018-19ની 75 હજાર પ્રોવિઝનલ ફી જાહેર કરી છે. જમનાબાઈ નર્સરી સ્કૂલની રૂપિયા 65 હજાર ફી નક્કી થઈ છે.મોટેરાની આડીપી સ્કૂલની રૂપિયા 33 હજાર ફી નક્કી થઈ છે.

 

(1:13 pm IST)