Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સોમવારે ભારત બંધનું એલાન :કોંગ્રેસ રાજ્યભરના પેટ્રોલપંપોને કરશે તાળાબંધી

18મીએ મોધવારી અને પેટ્રોલના ભાવને લઇને ગાંધીનગરમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન

અમદાવાદ: આગમી દસમી તારીખે ભારત બંધના એલાને લઇને ગુજરાતના વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે 10મી તારીખે આપેલા ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસ પૂરેપૂરૂ સમર્થન આપશે. અને વધી રહેલા પેટ્રોલના ભાવનો વિરોધ કરવામાં આવશે. આગામી 10મીએ પેટ્રોલપંપોને તાળાબંધી કરવામાં આવશે. જ્યારે 18મી તારીખે મોધવારી અને પેટ્રોલના ભાવને લઇને ગાંધીનગરમાં સરકારનો વિરોધ કરવામાં આવશે. 

(1:13 pm IST)