Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ગુજરાતમાં મોસમનો સરેરાશ ૭૩.૧૬% વરસાદ નોંધાયો

ચોમાસાના વિદાયની ઘડીઓ?: એકાદ - બે સિસ્ટમ્સ બને તો ફાયદો થાયઃ કચ્છ હજુ પણ કોરૂ કાટ, માત્ર ૪.૩૩ ઈંચ જ પાણી પડ્યુ : દુષ્કાળના એંધાણ

રાજકોટ, તા. ૮ : સામાન્ય સંજોગોમાં ચોમાસુ સપ્ટેમ્બર મહિનામાં વિદાય લેતુ હોય છે. ત્યારે ઓણ સાલ ચોમાસુ થોડુ નબળુ રહ્યું છે. સૌરાષ્ટ્રના અનેક ભાગો તેમજ ખાસ કરીને કચ્છ તો હજુ પણ કોરો જ રહ્યો છે. ગુજરાતમાં મોસમનો સરેરાશ ૭૩.૧૬ ટકા વરસાદ નોંધાયો છે. ગત વર્ષે ગુજરાતમાં ૩૧.૫૬ ઈંચ સાથે મોસમનો ૧૦૫.૯ ટકા વરસાદ પડ્યો હતો. આ વર્ષે હજુ સુધી દેશના એક પણ ભાગમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી. એકાદ બે સિસ્ટમ્સ જો બને અને સૌરાષ્ટ્ર - ગુજરાતને અસરકર્તા બને તો ફાયદો થાય.

કચ્છની વાત કરીએ તો માત્ર ૪.૩૩ ઈંચ પાણી પડ્યુ છે. કચ્છ જિલ્લાના લખપતમાં માત્ર ૦.૪૭ મી.મી., રાપરમાં ૧ ઈંચ પાણી પડ્યુ છે. કચ્છમાં ગત વર્ષે આ સમયગાળામાં ૧૭.૪૦ ઈંચ સાથે મોસમનો ૧૦૯.૯૦ વરસાદ પડ્યો હતો.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ ઘણી સારી છે. દ. ગુજરાતમાં મોસમનો કુલ ૫૩.૪૬ ઈંચ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં મોસમનો કુલ ૯૪ ટકાથી પણ વધુ પાણી પડી ગયુ છે. જયારે સૌરાષ્ટ્રમાં સરેરાશ ૧૯.૨૫ ઈંચ વરસાદ પડ્યો છે.(૩૭.૫)

(12:03 pm IST)