Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સરકાર હાર્દિકના સ્વાસ્થ્ય માટે ચિંતિતઃ પાટીદાર સમાજની સંસ્થા સાથે ચર્ચા માટે તૈયાર

ગુજરાત સરકાર તરફથી સૌરભ પટેલની પત્રકારો સાથે વાતચીત

અમદાવાદ તા. ૮ : હાર્દિક પટેલને આમરણાંત ઉપવાસના ૧૪માં દિવસે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે ત્યારે હાર્દિક પારણા કરે તે માટે સરકાર અને પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો તેજ થયા છે ત્યારે નરેશ પટેલ સાથે મુલાકાત પછી સરકાર તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે.

સરકાર તરફથી સૌરભ પટેલ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર પાટીદાર સમાજની ૬ ધાર્મિક સંસ્થાઓ સાથે વાત કરવા તૈયાર છે પરંતુ હાર્દિક અને સમાજના આગેવાનો જ્યારે હાર્દિકને મળવા ગયા ત્યારે હાર્દિકની ટીમે અપમાન કર્યું.

જ્યારે કોંગ્રેસને નિશાને લેતા સૌરભ પટેલ કહ્યું કે, જો કોંગ્રેસ હાર્દિકને સમર્થન આપતું હોય તો અપમાન મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે. સરકાર દરેક વિષયો પર સ્પષ્ટ છે. તેમણે વધુમાં કહ્યું કે, હાલ સરકાર હાર્દિકનું સ્વાસ્થ્ય સારૃં થાય તે માટે ચિંતિત છે. સમાજના આગેવાનોએ જ્યારે કહ્યું ત્યારે અમે મળવા તૈયાર થયા પછીએ. સરકાર સમાજના દરેક સમુદાયને સાંભળવા તૈયાર છે પણ સમાજના નામે રાજકારણ કરતાં લોકો સામે સરકાર રાજકિય વર્તન કરશે.

(12:02 pm IST)