Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

મોડીરાત્રે ગોતા વિસ્તારમાં પોલીસના વાહન સાથે સ્કુટરનો અકસ્માત :બે યુવાનોને ગંભીર ઇજા

ફિલ્મ જોઈને પરત ફરતા યુવાનોનું સ્કૂટર રોંગસાઇટમાં આવતા પોલીસવાહન સાથે અથડાયું

અમદાવાદના ગોતા વિસ્તારમાં ગત રાત પોલીસના વાહન અને સ્કુટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકો ઘાયલ થયા છે.અને એકની હાલત ગંભીર છે. બે યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

   મળતી માહિતી મુજબ પોલીસની ગાડી રોંગ સાઈડમાં આવી રહી હતી. આ દરમિયાન પોલીસની ગાડીને ટક્કર વાગતા બંને યુવકો સ્કુટર પરથી નીચે પટકાયા હતા.જેથી આ બંને યુવકોને ગંભીર રીતે ઇજા થઈ હતી. જેમને એમ્બ્યુલન્સ દ્વારા સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ બંને યુવકે હિરામણી હોસ્ટેલમાં રહેતા હતા, તેમજ ફિલ્મ જોઈન પરત આવી રહ્યા હતા.

(11:39 am IST)