Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રાજપીપળા સોનીવાડનો યુવાન કોલેજ રોડ પર અંગ્રેજી દારૂની 3 બોટલ સાથે જિલ્લા LCB નાં હાથે ઝડપાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં કેટલાક યુવાનો દારૂની બોટલો વેચાણ કરતા હોય જિલ્લા એલસીબી એ બાતમીનાં આધારે એક યુવાનને કોલેજ રોડ પરથી અંગ્રેજી દારૂની બોટલો સાથે ઝડપી પાડયો હતો
મળતી માહિતી મુજબ જિલ્લા એલસીબી પોલીસ રાજપીપળા ટાઉન માં પેટ્રોલિંગ માં નિકળી હતી ત્યારે મળેલી બાતમીના આધારે પનીશભાઇ જૈન,રહે . સોનીવાડ રાજપીપલા નાઓ કોલેજ રોડ પર આનંદ હોસ્પિટલ સામે ભારતીય બનાવટનાં અંગ્રેજી દારૂની બોટલ નંગ.3 કિ.રૂ. ૭૫૦  સાથે પકડાઇ જતા એલસીબી એ આ યુવાન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:26 pm IST)