Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

પિરામલ ફાઉન્ડેશનની ટીમે દેડીયાપાડા તાલુકામાં ડાયેટ દ્વારા આયોજિત વિદ્યપ્રવેશની તાલીમમાં ભાગ લીધો

પિરામલ ફાઉન્ડેશનની ટીમે દેડીયાપાડા તાલુકામાં ડાયેટ દ્વારા આયોજિત વિદ્યપ્રવેશની તાલીમમાં ભાગ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પિરામલ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં ડાયેટ દ્વારા આયોજિત વિદ્યપ્રવેશની તાલીમમાં  ભાગ લેવામાં આવ્યો હતો.

પિરામલ ફાઉન્ડેશન નર્મદા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી કાર્યરત છે. પિરામલ ફાઉન્ડેશનના પ્રોગ્રામ મેનેજર નજમા કેશવાણી, પ્રોગ્રામ લીડર સુરેશ વસાવા અને સંતોષ સાવનેરે ડેડીયાપાડા તાલુકાના બીઆરસી નરેશભાઈ સાથે ચર્ચા કરી આગળના દિવસોમાં કરવાની કામગીરીની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી.

પિરામલ ફાઉન્ડેશન શિક્ષકોની તાલીમમાં ભાગ લઈને શિક્ષકો સાથે નિપુણ ભારત અંગે ચર્ચા વિચારણા કરી તેઓને બુનિયાદી શિક્ષા અભિયાન, એફએલએન, અને ડેમો શાળા અંતર્ગત અવગત કર્યા હતા .
આ ઉપરાંત પિરામલ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવેલ પ્રોગ્રામ ગાંધી ફેલોશિપ દ્વારા શાળામાં  કરવામાં આવેલી કામગીરી જણાવવામાં આવી. જેમાં ગાંધી ફેલો નયન પાટીલ, ધ્રુવી મહેતા, યોગેશ ઘરટે અને જુબેર શેખ ઉપસ્થિત હતા.
આ ટ્રેનિંગમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા 104 શિક્ષકોને તથા ડાયટના 4 લેક્ચરરોને  અવગત કરવામાં આવ્યા હતા. પિરામલ ફાઉન્ડેશન ટીમ આવનાર સમયમાં કેવી રીતે કામ કરશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી.
બીઆરસી નરેશભાઈ વસાવા દ્વારા મળેલ સાથ સહકાર બદલ  પિરામલ ફાઉન્ડેશન તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

(11:25 pm IST)