Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ખેડા તાલુકાના નવાગામ સહીત ચિત્રાસરમાં શ્રાવણીયો જુગાર રમતા 18 શકુનિઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

નડિયાદ : ખેડા તાલુકાના નવાગામ તથા ચિત્રાસરમાં શ્રાવણીયો જુગાર રમતા ૧૮ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી એક ગાડી, એક બાઈક, મોબાઈલ ફોન નંગ ૧૪ મળી કુલ રૂ. ૪,૭૦,૨૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે ખેડા શહેર પોલીસે ૧૮ જુગારીયા વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમ્યાન બાતમી આધારે નવાગામ મોટાવાસમાં દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતા ૧૮ શખ્સોને ખેડા પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી દાવ પર મુકેલ રકમ રૂ. ૯,૯૮૦ અંગજડતીની રકમ રૂ. ૪૧,૫૨૦ મોબાઈલ ફોન નંગ-૯ કિંમત રૂ. ૭૪,૦૦૦ તથા એક બાઇક મળી કુલ રૂ. ૧,૫૦,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ સંદર્ભે ખેડા શહેર પોલીસે બે અલગ અલગ દરોડામાં જુગાર રમતા ૧૮ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(7:31 pm IST)