Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

વિરમગામ માંડલ દેત્રોજ તાલુકાના આશા, આંગણવાડી તથા તેડાઘર બહેનો સાથે હાર્દિક પટેલે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

તમામ બહેનોને જ્યાં પણ મદદની જરૂર પડશે ત્યાં એક નાના ભાઈ તરીકે મદદ કરવાની ખાતરી આપી : હાર્દિક પટેલ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ નગરપાલિકાના સ્વામી વિવેકાનંદ કોમ્યુનિટી હોલ ખાતે સોમવારે વિરમગામ તાલુકાના આશા, આંગણવાડી તથા તેડાઘર બહેનો સાથે હાર્દિક પટેલે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી અને બહેનોના હાથે રાખડી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા.

આ કાર્યક્રમમાં વિરમગામ નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, ઉપ પ્રમુખ દિપાબેન ઠક્કર, લખુભા ચાવડા, નરેશભાઇ શાહ, કિરીટસિંહ ગોહીલ, રમેશભાઇ કોળી પટેલ, યોગેશભાઇ પટેલ, દિપકભાઇ પટેલ, પ્રિતીબેન ઠક્કર, ડો.નયનાબેન સારડા, જનકભાઇ પટેલ, પ્રમોદભાઇ પટેલ, સીડીપીઓ મીતાબેન જાની, આરબીએસકે ડો.કિરણભાઇ પંચાલ સહિત ભાજપના હૌદ્દેદારો, પદાધીકારીઓ, આશા, આંગણવાડી તથા તેડાઘર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત માંડલ અને દેત્રોજ તાલુકામાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
  હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, આજે વતન વિરમગામ ખાતે તાલુકાની તમામ આશાવર્કર, આંગણવાડી અને તેડાઘર બહેનો સાથે રક્ષાબંધન પર્વના અનુસંધાને ઉજવણી કરી. આ તમામ બહેનોને જ્યાં પણ મદદની જરૂર પડશે ત્યાં એક નાના ભાઈ તરીકે મદદ કરવાની ખાતરી આપી. અત્યારે ગાયોમાં આવી રહેલા લંપી વાયરસને રોકવા તમામ ગામોમાં પશુઓને રસી આપવાનું કામ અમારી ટીમ દ્વારા ચાલી રહ્યું છે તે કામમાં તમામ બહેનોનો સહયોગ માંગ્યો. તમામ બહેનોએ આઝાદીના અમૃત મહોત્સવ પર હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવાનો સંકલ્પ કર્યો.

(6:56 pm IST)