Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

અધિકારીઓની ચૂંટણીલક્ષી બદલી ટુંક સમયમાં: ચૂંટણી પંચ દ્વારા મત મશીનોની ચકાસણી

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા.૮: આગામી નવેમ્‍બર - ડીસેમ્‍બર માસ દરમ્‍યાન ૧૫મી ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે આ ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તમામ મોરચે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

તાજેતરમાં ભારતના ચૂંટણી પંચની એક ટીમ ગુજરાત આવી ગઇ આ ટીમે બે દિવસ રાજયના તમામ કલેકટરો અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ કર્મચારીઓ સાથે પ્રાથમિક વિસ્‍તૃત ચર્ચા-પરામર્શ કરી ે તેમજ જરૂરી સૂચનો માંગી યોગ્‍ય માર્ગદર્શન આપવામાં આવ્‍યુ છે.

ભારતના ચૂંટણીપંચની સૂચનાથી રાજયના ચૂંટણીપંચને  EVMની તૈયારીઓ શરૂ કરવા તાકીદ કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લામાં EVM ની ચકાસણી ચાલુ કરવામાં આવી છે.

આગામી દિવસોમાં રાજયના તમામ જિલ્લાઓમાં આ EVM ચકાસણી કાર્યક્રમની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ચકાસણીમાં જયાં EVM ખરાબ હશે ત્‍યા તાત્‍કાલિક નવા મૂકવાની તજવીજ પણ હાથ ધરવામાં આવશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા આ માસમાં હજુ મતદાર યાદી સુધારણા અને નવા મતદારોની નોંધણી માટે કેમ્‍પ કરવામાં આવી રહ્યા છે.

રાજય સરકાર માટે એક મહત્‍વનો નિર્ણય કરવાનો બાકી છે. જે રાજયના કલેકટરએ અને ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી અંગેનો મામલો છે. આ બાબત સરકાર માટે અગત્‍યની છે. ૧૫ ઓગષ્‍ટ પછી તુરત બદલીનો ઘાણવો નીકળે તેવી શકયતા છે.

(4:30 pm IST)