Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

હીરામણિના આંગણે નરહરિ અમીનનું હર ઘર તિરંગા અભિયાન

રાજકોટ : અમદાવાદમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનનો આજરોજ જન સહાયક ટ્રસ્‍ટ સંચાલિત હીરામણિ સાંધ્‍ય જીવન કુટિર (વૃદ્ધાશ્રમ), હીરામણી સ્‍કુલ ખાતે શુભારંભ કરવામાં આવ્‍યો. આ પ્રસંગે રાજયસભાના સંસદ સભ્‍ય અને જનસહાયક ટ્રસ્‍ટના પ્રમુખ નરહરિ અમીન, જનસહાયક ટ્રસ્‍ટના ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્‍ટીશ્રી વરૂણ અમીન, મંત્રી શ્રી આર.સી. પટેલ, સહમંત્રી શ્રી પંકજ દેસાઇ, સ્‍કુલ સીઇઓ શ્રી ભગવત અમીન, ટ્રસ્‍ટી શ્રીમતી વિજુલ અમીન તેમજ સાંધ્‍ય જીવન કુટીરના વડીલો ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:37 pm IST)