Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

તલાટી હડતાલનું અઠવાડીયુ પૂર્ણઃ સરકાર - તલાટી બંને મક્કમ

આજે સરકાર સામે તમામ જિલ્લાઓમાં દેખાવોનું એલાન

રાજકોટ, તા.૮: રાજયમાં તલાટીમંત્રી મહામંડળના એલાન મુજબ પડતર પ્રશ્‍નો અંગે પંચાયતના તલાટીએ તા.૨ ઓગષ્‍ટથી હડતાલ પર છે. અઠવાડીયુ પૂર્ણ થવા છતા બંને પક્ષે સમાધાન માટે હજુ વિધિવત કોઇ બેઠક થઇ નથી. આજે કેબીનેટની બેઠકમાં આ ચર્ચા કરી અમૂક માંગણીઓ સ્‍વીકાર થાય તેવી શકયતા નકારાતી નથી હાલ તો સરકાર અને તલાટી મહામંડળ બંને પોતાના વલણમાં મક્કમ છે. આજે તલાટીઓ દ્વારા જિલ્લાવાર વિરોધના અલગ-અલગ કાર્યક્રમો થઇ રહ્યા છે.

રાજકોટ જિલ્લા તલાટી મંડળ દ્વારા આણંદપર (નવાગામ) ગામે સવારે રાજકોટ તાલુકાના તમામ તલાટી - કમ - મંત્રીઓ એકઠા થઇ રાષ્‍ટ્રધ્‍વજના સન્‍માન માટે તિરંગાયાત્રા કાઢી ‘હર ઘર તિરંગા' અંગે લોકોને સમજૂત કરી લોકભાગીદારી વધારવા અને લોકજાગૃતતા વધારવા તથા તલાટી - કમ -મંત્રીઓના પડતર પ્રશ્‍નો અંગે રાષ્‍ટ્રભાવના સાથે સુત્રોચ્‍ચાર કરે તેવુ આયોજન છે. તેમ પ્રમુખ ચિરાગ ગરૈયા જણાવે છે.

(12:17 pm IST)