Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સરકારની “હર ઘર તિરંગા” મુહીમમાં જોડાવા રાજવી પરિવારનાં રૂકમણીદેવીજીની સૌ નાગરિકોને અપીલ

(ભરત શાહ દ્વારા) ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જેને “આઝાદી કા અમૃત મહોત્સવ” તરીકે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આ આ તબક્કે રાજપીપલાના રાજવી પરિવારના શ્રીમતી રૂકમણીદેવી ગોહિલે સૌ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે સરકાર દ્વારા જે “હર ઘર તિરંગા”નો સંકલ્પ નક્કી કરવામાં આવ્યો છે તેમાં આપણે સૌ જોડાઈએ. સૌ નાગરિકો ખાસ કરીને તિરંગાનો ઉપયોગ કરી તેની ગરિમા જાળવી તમામ લોકોના ઘરે ઘરે તિરંગો લહેરાવે તેવી સરકારની મુહિમમાં જોડાઈએ જેથી ઉત્સવમાં જન ભાગીદારી વધશે. આઝાદીનું પર્વ ઉત્સાહભેર ઉજવાય તે માટે સૌ આગળ આવીએ. તિરંગો એ આપણા દેશનું ગૌરવ છે, તિરંગાના ઉપયોગથી આપણા ઉત્સવનો મહિમા વધી જાય છે. આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સૌને મારી અપીલ છે કે, તિરંગો ઘરે ઘરે લહેરાવે જેના થકી લોકોને - સૌને દેશની આઝાદીનો ખ્યાલ રહે. આઝાદીમાં પોતાનું બલિદાન આપનારા શહીદોને પણ આપણે યાદ કરવા ખૂબ જ આવશ્યક છે. આવો આપણે સૌ તિરંગાનું માન-સન્માન જાળવી આઝાદીના અમૃત મહોસ્તવને ઉત્સાહભેર ઉજવીએ.

 

(10:14 pm IST)