Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા બ્રહ્માકુમારીઝ સેન્ટરના સહયોગથી રક્ષાબંધન પર્વ ઉજવાયું

રાજયોગિની કૈલાસ દીદીના આશીર્વચનની સાથે સાથે ઉપસ્થિત સૌ ભાઈ બહેનોને અલૌકિક રાખડી બાંધી

ગાંધીનગર; રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા બ્રહ્માકુમારીઝ સંસ્થા, સે. ૨૮ના સહયોગથી રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવ્યું.

આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ સંસ્થાના સંચાલિકા આદરણીય શ્રી કૈલાસ દીદીના વરદ હસ્તે ઉપસ્થિત સૌ રોટરીયન સદસ્યોને રાખડી બાંધીને આશીર્વાદ આપવામાં આવ્યાં હતાં. પૂ. કૈલાસ દીદીએ આ પર્વનું મહત્વ સમજાવતાં પોતાના જીવનમાંથી કોઈ ખોટી આદતો હોય તો છોડવા આજના પર્વ નિમિત્તે વિનંતી કરી હતી.
ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક બીકે  રશ્મિભાઈ આચાર્ય દ્વારા બ્રહ્માકુમારીઝ સંસ્થા અને રોટરી ક્લબ સાથે રહીને જે સુંદર કાર્યો કરે છે તે વિશે માહિતી પૂરી પાડી હતી.
સંસ્થાના પ્રમુખ  પાર્થ ઠક્કરે બ્રહ્માકુમારીઝ સંસ્થાનો આભાર માનીને પ્રસંગોચિત ઉદબોધન કરતાં સંસ્થા વિશે રસપ્રદ માહિતી પૂરી પાડી હતી.
આ કાર્યક્રમમાં ૫૦થી વધારે રોટરીયન સદસ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહેલ. રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા બ્રહ્માકુમારીઝ સંસ્થાને મોમેન્ટો અર્પણ કરેલ.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન બીકે કૃપલ દીદી તેમજ રોટરી ક્લબના સેક્રટેરી શ્રીમતી કિંજલ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રોટે. જયશ્રીબેન ખેતીયા, રોટે. અનિરૂધ્ધભાઈ, રોટે. વિજયભાઈ, રોટે. નરેશભાઈ, રોટે. સંજયભાઈ, રોટે. અશ્વિનભાઈ, રોટે. હસમુખભાઈ, રોટે. કેયુરભાઈ, રોટે. ગૌરાંગભાઈ, રોટે. વલ્લભભાઈ, રોટે. મુકેશભાઈ, રોટે. વી. એલ. પટેલ, રોટે. ચેતનાબેન જાદવ  સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ.

 

(9:30 pm IST)