Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

અમદાવાદ : શ્રેય હોસ્પિટલમાં પોઝીટીવ દર્દીઓને બચાવવા ગયેલાં ફાયરના જવાનોનો રિપોર્ટ નેગેટીવ

એડીશનલ ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટ સહિત 33 ફાયર જવાનોના એન્ટિજન ટેસ્ટ કરાયા

અમદાવાદ: દેશભરમાં ચકચાર જગાવનારી નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં આગ ભભૂકી હતી. આ આગની ઘટનામાં દર્દીઓની વ્હારે પહોંચી ગયેલી પોલીસ હોમ કવોરોન્ટાઇન થઇ ગઇ છે. જયારે ફાયર જવાનોને અવિરતપણે તેમની કામગીરી ચાલુ રાખવાનો હુક્મ કરવામાં આવ્યો હતો. એડીશનલ ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટ સહિત 33 ફાયર જવાનોના આજે 48 કલાક બાદ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. તમામ લોકોના ટેસ્ટ નેગેટીવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં કોવિડ 19 દર્દીઓને રાખવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં વહેલી પરોઢે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગ્રેડ તથા પોલીસના જવાનો ત્યાં દોડી ગયા હતા. ફાયરના જવાનોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરીને દર્દીઓને બચાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારે ચીસાચીસ અને બૂમાબૂમ સાંભળીને પોલીસ પણ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને બાકીના દર્દીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

(11:44 pm IST)
  • જામનગરમાં કોરોના વિસ્ફોટ : વધુ 68 કેસ પોઝીટીવ નોંધાયા : 3 લોકોના મોત : શહેરમાં 55 કેસ અને ગ્રામ્યમાં 13 કેસ : જામનગરમાં બે અને ધ્રોલના એક સહીત ત્રણ લોકોના મોત access_time 10:52 pm IST

  • રાજસ્થાન ભાજપમાં ભડકાના એંધાણ : વસુંધરાએ પક્ષ પ્રમુખ નડ્ડાને રોકડુ પરખાવી દીધું : ભાજપ સાથે છું પણ સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરૂ ! access_time 6:51 pm IST

  • કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલને કોરોના પોઝિટિવ :ચિંતાની લાગણી. તેમને એઈમ્સના પ્રાઇવેટ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ભારે ઉદ્યોગના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી છે. ડોક્ટર નીરજ નિશ્ચલ સારવાર કરી રહ્યા છે. તેમણે જાતે ટ્વીટ કરીને વિગતો આપી તેમને કોરોનાના હળવા લક્ષણ છે અને તબિયત સારી છે. access_time 11:26 pm IST