Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

સુરત શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા TRB જવાનોની દબંગાઈ : વીડિયો વાઇરલ

TRB જવાને જબરજસ્તી બાઇકથી ઉતારી પોતે બાઇક બેસી જાય: આજીજી કરતા હડસેલો મારે છે

સુરત : શહેર ટ્રાફિક પોલીસને મદદ માટે ટ્રાફિક બ્રિગેડની વ્યવસ્થા ગોઠવાઈ છે જેમાં  અનેક વખત ટ્રાફિક બ્રિગેડના જવાનોની દાદાગીરી સામે આવી છે.અનેક વખત વાહન ચાલકો પાસે રૂપિયા માંગતા હોવાનું પણ જોવા મળ્યું છે.આવોજ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

સુરત શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા TRB જવાનોનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે.શહેરના સહારા દરવાજા પાસે TRB જવાનો દ્વારા વાહન ચાલકો સાથે દાદાગીરી કરતાં હોવાનું દેખાય રહ્યું છે.એક વ્યક્તિને TRB જવાને જબરજસ્તી બાઇકથી ઉતારી પોતે બાઇક બેસી જાય છે.બાઈક ચાલક સતત TRB જવાનને આજીજી કરી પોતાની બાઈક માંગી રહ્યો છે.પરંતુ  જવાન તેને ધક્કો મારીને હડસેલી દીધો હતો.

આવી જ રીતે અન્ય એક ટ્રાફિક બ્રિગેડ પણ અન્ય એક બાઈક ચાલક સાથે દાદાગીરી કરતો નજર પડે છે.આ વીડિયો વાઇરલ થતાં ટ્રાફિક બ્રિગેડની દોડધામ મચી ગઇ હતી.

જો કે ટ્રાફિક બ્રિગેડના જવાનો સામે અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

(11:41 pm IST)