Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

રાજ્યમાં શોભાયાત્રા, પગપાળા, વિસર્જન યાત્રા, જુલુસ વગેરે પર પ્રતિબંધ

શહેરમાં મ્યુનિ. કમિશ્નર તથ પોલીસ અને જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટને અમલવારીની જવાબદારી સોંપાઇ

અમદાવાદ: ગુજરાતમાં હાલમાં કોરોનાની મહામારી વચ્ચે ધાર્મિક તહેવારોની જાહેરમાં ઉજવણી, શોભાયાત્રા, મેળાઓ, પગાપાળા યાત્રાઓ તેમ જ પદયાત્રિકો માટેના સેવા કેમ્પો તેમ જ તાજીયાના જુલુસ તથા વિસર્જન યાત્રા, સરઘસ વગેરે પર ગુજરાત સરકારે પ્રતિબંધ મુક્યો છે . આ પ્રતિબંધના અમલીકરણની જવાબદારી શહેરી વિસ્તારમાં મ્યુનિ. કમિશ્નર તથા પોલીસ કમિશ્નર અને પોલીસ અધિક્ષક તથા અન્ય વિસ્તારોમાં સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટને જવાબદારી સોંપવામાં આવી છે.

કેન્દ્રીય ગહ મંત્રાલયના હુક્મ સાથેની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે. ઉપરાંત ધાર્મિક સ્થાનો અને પુજાના સ્થળો સંબંધમાં કેન્દ્ર સરકાર દ્રારા બહાર પાડવામાં આવેલી એસ.ઓ.પી.ને અનુલક્ષીને રાજય સરકાર દ્રારા 7મી જૂને જરૂરી સૂચના બહાર પાડી છે. રાજયમાં હાલ કોરોનાની મહામારીની સ્થિતિને લક્ષમાં લઇને આગામી ધાર્મિક તહેવારોની ઉજવણી, શોભાયાત્રા, મેળાઓ, પગપાળા યાત્રાઓ વગેરે કાર્યક્રમોથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની તથા તેના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની સાથે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. જેથી જાહેર આરોગ્યની જાળવણી માટે આ પ્રવતિઓ પર પ્રતિબંધ મૂકવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે.

કયા કાર્યક્રમ કયારે

12મી ઓગસ્ટના રોજ જન્માષ્ટમી

15થી 21 ઓગસ્ટ દરમિયાન પર્યુષણ

21થી 24 ઓગસ્ટ દરમિયાન તરણેતરનો મેળો

22 ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવ

28 અને 29 ઓગસ્ટ દરમિયાન રામાપીરનો મેળો

27 ઓગસ્ટથી 2જી સપ્ટેમ્બર સુધી ભાદરવી પુનમનો મેળો

29 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન મહોરમનો તહેવાર

(11:34 pm IST)