Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

IAS બનવા તૈયારી કરતી યુવતીને અભ્યાસ છોડવા અને દહેજ બાબતે સાસરિયાનો ત્રાસ : પતિ સહીત 9 લોકો સામે ફરિયાદ

ક્લાર્ક બનવાને લાયક નથી ને કલેકટર બનવાના સપના જોવે છે

અમદાવાદઃIAS બનવા તૈયારી કરતી 23 વર્ષીય યુવતીને અભ્યાસ છોડવા અને દહેજ બાબતે સાસરિયાં ત્રાસ આપતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના 9 જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 યુવતીના ફોઈજી પતિને કહેતાં તારી પત્ની ક્લાર્ક બનવાને લાયક નથી ને કલેકટર બનવાના સપના જોવે છે. તેનો અભ્યાસ છોડાવી ઘરકામ કરાવો. જેઠ-જેઠાણી પણ યુવતીને તે હજી પ્રિલિમ પરીક્ષા આપી નથી ને તું IAS ના સપના જોવે છે. વંશવેલો આગળ વધારવા પર ધ્યાન આપ તેવા મહેણાં મારતા હતા.પોલીસે યુવતીની ફરિયાદને પગલે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચાંદખેડા વિસ્તારમાં આદિત્ય રેસિન્ડસીમા રહેતી કિન્નરી પૃથવ બારોટએ પતિ પૃથવ, સાસુ કિન્નરીબહેન, સસરા ઉદયનભાઈ, નણંદ નિયતિબહેન અને નિધિબહેન, જેઠ જયદીપ,જેઠાણી ઉન્નતિ, મોટા સસરા જ્યોતિન્દ્રભાઈ અને ફોઈજી રેણુકાબહેન સામે  ફરિયાદ કરી છે. આ તમામ પાટણના રહેવાસી છે.

2017માં કિન્નરીના લગ્ન પાટણના છીડિયા દરવાજા પાસે સિધ્ધનાથનગર સોસાયટીમાં રહેતાં પૃથવ બારોટ સાથે અમદાવાદ સુઘડ ફાર્મમાં થયા હતા. લગ્ન બાદ કિન્નરી સાસરીમાં ગઈ ત્યારે સાસુ કિન્નરીબહેનએ દાગીનાની બેગ લઈ લીધી હતી. સાસુ દાગીનનું વજન કરાવવા જવેલર્સને ત્યાં લઈ ગયા હતા. સોનાના દાગીનાનું વજન 38.5 તોલા થતા સાસરિયાં ઉશ્કેરાયા હતા. સાસરિયાએ તારા મા બાપે અમને અમારા મુજબ દહેજ આપ્યું નથી. તેમ કહી ઝગડા કરતા હતા. સાસુ,પતિ બન્ને નણંદ તારા બાપના રૂપિયા અમારી જુતી બરાબર અમે તો રખાતનો રિવાજ છે એટલે બીજી લાવીશું

પતિ અવારનવાર તમામ લોકોની ચઢામણીથી મારઝૂડ કરતો હતો. પત્નીનું માથું દીવાલ સાથે અથડાવી ઇજા કરી હતી. મોટા સસરા, જેઠ અને જેઠાણીએ હજુ તે પ્રિલિમ પરીક્ષા આપી નથી ને તું આઈએએસના સપના જોવે છે. અભ્યાસ છોડી સંસાર ચલાવવા કહ્યું હતું. ફોઈજી રેણુકાબહેન પણ પતિને કેહતા તારી પત્ની ક્લાર્ક બનવાને લાયક નથી ને કલેકટર બનવાના સપના જોવે છે. તું એનો અભ્યાસ છોડાવી દે. સાસુ કિન્નરીબહેનએ લગ્નમાં આપેલા દાગીનનું બિલ પણ પુત્રવધુ કિન્નરીના માતા પિતા પાસે માગ્યું હતું.આ પ્રકારના વર્તનથી કિન્નરી અને તેના માતા પિતા વિચારમાં પડી ગયા હતા. છે

આમ સાસરિયાના ત્રાસથી થાકી કિન્નરી તેના માતા પિતાને ઘરે રહેવા આવી ગઈ છે. કિન્નરી પોતાનું સ્ત્રીધન પરત મેળવવા માટે ત્રણ વખત પોલીસની મદદથી સાસરીમાં ગઈ હતી પણ સાસરિયાએ દાગીના પરત કર્યા નહતા. બે વર્ષથી કિન્નરીને ઓશિયાળું જીવન જીવવા મજબૂર કરનાર સાસરી પક્ષના લોકો વિરૂધ્ધ યુવતીએ આખરે શનિવારે ફરિયાદ નોંધાવી હતી.

(11:24 pm IST)
  • વડાપ્રધાન મોદી દ્વારા આવતા મહિને ભારતની સૌથી લાંબી હાઇવે ટનલનું ઉદ્ઘાટન થવાની સંભાવના છે : વ્યૂહાત્મક રોહતાંગ અથવા અટલ ટનલ 8.8 કિ.મી. લાંબી છે અને 10171 ફુટની ઊચાઈએ બનાવવામાં આવી છે અને તે લેહ-મનાલી માર્ગથી લદાખ સુધી 4-6 મહિના પ્રતિ વર્ષને બદલે આખા વર્ષના દરમ્યાન કનેક્ટિવિટી આપશે. access_time 6:49 pm IST

  • દ્ધારકામા પંડાગીરી કરતા ગુગળી યુવાનને કોરોના પોઝિટિવ : લોકોમાં ફફડાટ access_time 10:39 pm IST

  • ભારતમાં કોવિદ-19 ના કારણે અત્યાર સુધીમાં 196 ડોક્ટર્સના મૃત્યુ થયા : મોટા ભાગના જનરલ પ્રેક્ટીશ્નર્સ : યોગ્ય પગલાં લેવા ઇન્ડિયન મેડિકલ એશોશિએશને વડાપ્રધાન શ્રી મોદીને અનુરોધ કર્યો access_time 6:52 pm IST