Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

૨૫૦૦૦ની લાલચમાં યુવકે લાખ રૂપિયા ગુમાવી દીધા

સુરત શહેરમાં ઠગોથી સાવધાન : ૨૫ હજાર આપવાની લાલચ આપી રૂમાલમાં કાગળના પુઠ્ઠા પકડાવી એક લાખ લઈને રફુચક્કર થઈ ગયા હતા

સુરત, તા. : સુરતના કડોદરા રોડ ભક્તિધામ મંદિર પાસે આવેલી પંજાબ નેશનલ બેન્કમાં બચત ખાતામાં એક  લાખ રૂપિયા ભરવા માટે ગયેલા યુવકને બેન્કમાં ભેટી ગયેલા બે ગઠિયાઓએ વતનમાં .૫૦ લાખ રૂપિયા મોકલવાના છે. તેના બદલામાં રૂપિયા ૨૫ હજાર આપવાની લાલચ આપી રૂમાલમાં કાગળના પુઠ્ઠા પકડાવી એક લાખ લઈને રફુચક્કર થઈ ગયા હતા. યુવકે રૂમાલ ખોલીને જાતા ચોકી ઉઠ્યા બાદ પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો ખ્યાલ આવતા પોલીસમાં પીળા અને લીલા કલરની ટી-શર્ટ પહેરીને આવેલા અજાણ્યાઓ સામે ફરિયાદ નોધાવી હતી.

           સુરતના લિંબાયત ગોડાદરા ભાવનાપાર્ક સોસાયટીમાં રહેતા હરેશ ભુપતભાઈ કાછડ ગુરુવારે  સવારે સાડા દસેક વાગ્યે સુરત કદોડરા રોડ પુણા ભક્તિધામ મંદિર પાસે આવેલ પંજાબ નેશનલ બેન્કમાં બચત ખાતામાં એક લાખ રૂપિયા જમા કરવા માટે ગયા હતા. સુરતના લિંબાયત ગોડાદરા ભાવનાપાર્ક સોસાયટીમાં રહેતા હરેશ ભુપતભાઈ કાછડ ગુરુવારે  સવારે સાડા દસેક વાગ્યે સુરત કદોડરા રોડ પુણા ભક્તિધામ મંદિર પાસે આવેલ પંજાબ નેશનલ બેન્કમાં બચત ખાતામાં એક લાખ રૂપિયા જમા કરવા માટે ગયા હતા. હરેશભાઈને બેન્ક કાઉન્ટર ઉપર પૈસા ભરવાની સ્લીપ ભરતા હતા તે વખતે આસરે ૩૦થી ૩૫ વર્ષના વાદળી કલરની ટી-શર્ટ પહરેલ અજાણે સ્લીપમાં કેટલા પૈસા ભરી શકાય તેમ પુછતા હરેશે તેને મને ખબર નથી તમે સાહેબને પુછો લો તેમ કહ્યું હતું. ત્યારબાદ થોડીવારમાં બીજા ૩૦થી ૩૫ વર્ષના પીળા કલરની ટી-શર્ટ પહેરીને આવેલા અજાણ્યાએ મારુ બેન્કમાં ખાતું નથી મારે ગામ રૂપિયા .૫૦ લાખ મોકલવાના છે તો કોઈ સેટીંગ કરી આપોને તેવું કહેતા હરેશને અગાઉ સ્લીપ ભરવાનુ પુછવા આવેલા અજાણ્યાએ પૈસા ગામ મોકલાનુ સેટીંગ કરી આપીશુ તો ૨૫-૧૫ હજાર મળશે.

(7:54 pm IST)