Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ગાંધીનગર જિલ્લામાં એલસીબીની ટીમે સરગાસણાના બંગ્લોઝમાં દરોડા પાડી ભજન મહિલા કાર્યકરનું જુગારધામ ઝડપાયું:ગુનો દાખલ

ગાંધીનગર:જિલ્લામાં શ્રાવણિયા જુગારની સાથે જુગારની પ્રવૃતિ ફુલીફાલી છે ત્યારે પોલીસ પણ જુગારીઓને પકડવા દોડી રહી છે. ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ સ્ટાફના માણસોને એલર્ટ રહી બાતમીદારો મારફતે જુગારના કેસો કરવા તાકીદ કરી છે જેના અનુસંધાને પીએસઆઈ .જી.એનુરૂકાર અને ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણના શાંતિવીલા બંગલોઝમાં મકાન નં.૧૩ ખાતે જુગારનો અડ્ડો ચાલે છે.જેના પગલે પોલીસે દરોડો પાડતાં જુગારનું સંચાલન કરતાં ભાજપના મહિલા કાર્યરત હીનાબેન સુરેશભાઈ પટેલ સહિત લોકોને ઝડપી પાડયા હતા. જેમાં વાવોલના જગદીશ રણછોડભાઈ પટેલ, જીગ્નેશ નરહરીપ્રસાદ ભટ્ટ, ઉનાવાના અંકિત બબાભાઈ પટેલ, કલોલ પંચવટી રેસીડેન્સીના કૃણાલ પરેશભાઈ પટેલ અને વાવોલ કુબેરનગરના સરફરાઝ ઈસ્માઈલભાઈ ફકીરને જુગાર રમતાં પકડયા હતા. જેમની પાસેથી ૫૧૯૫૦ રોકડા અને એક કાર, ચાર ફોન અને ૩૦૬ કોઈન મળી .૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ જયારે દરોડો પાડયો ત્યારે મહિલાએ પોતે ભાજપના હોવાનો રોફ જમાવી પોલીસને દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ એકની બે થઈ નહોતી. હીનાપટેલ વાવોલના જગદીશ પટેલ સાથે મળીને જુગારધામ ચલાવતી હતી. એટલુ નહીં જગદીશ પટેલ અગાઉ ચકચારી ઉનાવા જુગારકાંડ અને ઉદેપુરમાં પણ તાજેતરમાં જુગાર રમતાં ઝડપાઈ ચુકયો છે. સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે

(5:25 pm IST)