Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમનારને ત્યાં પોલીસના દરોડા:ઇન્દિરાનગરમાંથી પોલીસે ચાર જુગારીઓને ઝડપી 98 હજારનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર:જિલ્લામાં શ્રાવણીયો જુગાર જામ્યો છે ત્યારે ચિલોડા પોલીસે છાલાના ઈન્દિરાનગરમાં દરોડો પાડીને ચાર જુગારીઓને જુગાર રમતાં ઝડપી પાડયા હતા તો બીજી બાજુ મગોડી ગામના ખેતરમાં પણ જુગાર રમતાં શખ્સોને ઝડપી પાડી ૯૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે ત્રણ જુગારીઓ ભાગી જવામાં સફળ રહયા હતા. જુગારીઓ સામે સોશ્યલ ડીસ્ટેન્સીંગનું પાલન નહીં કરવા અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.  

શ્રાવણીયો જુગાર જિલ્લામાં પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે પોલીસ પણ ખુણેખાચરે જુગારની બાજી માંડીને બેઠેલા જુગારીઓને પકડવા મથી રહી છે. ત્યારે ચિલોડા પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે છાલાના ઈન્દિરાનગરમાં આવેલા અંબે માતાજીના મંદિર પાસે કેટલાક ઈસમો લાઈટના અજવાળે જુગાર રમી રહયા છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં છાલા ઈન્દિરાનગરમાં રહેતો પુનમજી શકરાજી ઠાકોર, દશરથજી કુંવરજી ઠાકોર, ભુપેન્દ્રભાઈ ઉર્ફે લાલો વિષ્ણુભાઈ રાવળ અને કપડવંજના અજયકુમાર કાંતિકુમાર પરમારને જુગાર રમતાં ઝડપી પાડી પર૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બીજી બાજુ બાતમી મળી હતી કે મગોડી ગામમાં કાળાભાઈ ગોહીલના ખેતરમાં ઓરડીમાં લાઈટના અજવાળે જુગાર રમાઈ રહયો છે પોલીસ દરોડો પાડતા અહીંથી મગોડી ગામના હર્ષદ માનસિંહજી બિહોલા, ગુલામ દસ્તગીર અબ્દુલભાઈ મલેક રહે.રેલ્વે સ્ટેશન રોડ દહેગામતરંગ રામચંદ્ર ખત્રી મકાન નં.૧૦પ, હરીઓમ સોસાયટી દહેગામ, ભુપેન્દ્રસિંહ ચંદ્રસિંહ રાઠોડ રાઠોડવાસ, વડોદરા ગામ, મહીપતસિંહ ઉર્ફે કાળાજી કનુસિંહ બિહોલા રહે.મગોડી, કિશનભાઈ વિનોદભાઈ ઠક્કર રહે.પોલીસ સ્ટેશનની પાછળ દહેગામને ઝડપી પાડયા હતા

(5:24 pm IST)