Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ગાંધીનગરના સે-5માં ખોદકામની પ્રવૃત્તિથી લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી

ગાંધીનગર: ચોમાસા દરમ્યાન ખોદકામની પ્રવૃતિ ઉપર પ્રતિબંધ મુકવામાં  આવ્યો હોવા છતાં તંત્ર દ્વારા સેકટરોમાં સ્ટ્રોમ લાઈનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત વસાહતીઓના મકાન આગળ ગટરલાઈન માટે ખોદકામ કરી મોટા મોટા ખાડા કરવામાં આવ્યા છે ત્યારે વરસાદ વરસતાં ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાના કારણે કાદવ-કિચડ તેમજ ઘણી જગ્યાએ માટી બેસી જવાથી ભુવા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. પ્રકારે શહેરના સે-પમાં ખોદકામની પ્રવૃતિ ચોમાસા દરમ્યાન શરૂ કરવામાં આવી છે અને વસાહતીઓના ઘર આંગણે મસમોટા ખાડા કરીને પાઈપો ઉતારવામાં આવી છે જેનું યોગ્ય પુરાણ નહીં કરવામાં આવતાં તેમજ વરસાદ વરસતાં અહીં કાદવ-કિચડની સ્થિતિ નિર્માણ પામી છે જેના પરિણામે વસાહતીઓને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ રહયું છે તો બીજી બાજુ ઘણી જગ્યાએ ખાડાઓમાં પાણી ભરાવાના કારણે ભુવા પડવાની ઘટનાઓ પણ નિર્માણ થઈ ચુકી છે જેના પરિણામે વસાહતીઓને જીવના જોખમે ઘરની બહાર નીકળવાનો વારો આવી રહયો છે ત્યારે તંત્ર દ્વારા સરકારના નીતિ નિયમોને નેવે મુકીને ટેક્સ ભરતાં વસાહતીઓને પ્રકારે બાનમાં લઈને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બનાવી દીધું છે. અંગે સત્વરે યોગ્ય પુરાણ કરીને  રસ્તા ખોલવામાં નહીં આવે તો અહીં ખાડામાં વસાહતીઓ દ્વારા સત્યાગ્રહ કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

(5:23 pm IST)