Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

સુરતના અઠવા વિસ્તારમાં 23 લોકોને નોકરી અપાવવવાના બહાને 7.89 લાખ પડાવી લેનાર મહિલા સંચાલક સહીત એક વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના અઠવા વિસ્તારમાં કે હિન્દુસ્તાન કોન્ટ્રાકટરના નામની એજન્સીના મહિલા સંચાલક તથા પરફેક્ટ નોકરી ડોટ કોમના માલિક 23 લોકોને નોકરી અપાવવાની વાત કરી કુલ રૂ.7.89 લાખ પડાવી બાદમાં ઓફીસ બંધ કરી ફરાર થઇ ગયા હતા. મામલે અઠવા પોલીસ મથકમાં ભોગ બનનારાઓએ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડીંડોલી વીસ્તારમાં રહેતા સંદીપભાઇ હિમતભાઇ ઉદાણીએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે મજુરાગેટ સ્વામીનારાયણ કોમ્પલેક્ષ ચોથા માળે જી-8માં ઓફીસ ધરાવતા હિન્દુસ્તાન કોન્ટ્રાકટરના નામની એજન્સી ચલાવતા આયશા ખાતુન તથા પરફેક્ટ નોકરી ડોટ કોમના માલિક શ્રવણભાઇ બંસલએ તેઓની પાસેથી નોકરી અપાવવાના બહાને નોકરીના લેટર પેડ આપી વિશ્વાસ ભરોસો આપી 40 હજાર રૂપિયા અને અન્ય 22 લોકો પાસેથી 7.48 લાખ રૂપિયા મળી કુલ 7.89 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને ઓફીસ બંધ કરી ફરાર થઇ ગયા હતા. હાલ મામલે અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(5:22 pm IST)