Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

સુરતના ખટોદરાના રાયકા સર્કલ નજીક દારૂની મહેફિલ માણતા સાત વેપારીને ખટોદરા પોલીસે રંગે હાથે ઝડપ્યા

સુરત: શહેરના ખટોદરા રાયકા સર્કલ પાસે નંદન ટીમ્બર માર્ટના કમ્પાઉન્ડમાં ગત મોડી રાત્રે દારૂની મહેફિલ માણતા સાત વેપારીને ખટોદરા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી વ્હીસ્કીની ચાર સીલબંધ બોટલ, ત્રણ ખાલી બોટલ, પ્લાસ્ટિકના સાત ગ્લાસ, પાણીની પાંચ બોટલ, વેફર અને ચેવડાના ત્રણ પેકેટ અને સાત મોબાઇલ ફોન મળી કુલ રૂ.1.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મહેફીલનું આયોજન ટીમ્બર માર્ટના માલિકે કર્યું હતું અને ઝડપાયેલા અન્ય તેના મિત્રો હોય પાર્ટી માટે બોલાવ્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ખટોદરા પોલીસે મળેલી બાતમીના આધારે ગતરાત્રે 10.25 ના અરસામાં રાયકા સર્કલ નંદન ટીમ્બર માર્ટમા છાપો મારતા ત્યાં કમ્પાઉન્ડમાં લાઈટના અજવાળા નીચે ગોળ કુંડાળું વાળી ખુરશી અને બાંકડા ઉપર બેસી વચ્ચે ટેબલ ઉપર દારૂની બોટલો મૂકી મહેફિલ માણતા ટીમ્બર માર્ટના માલિક હિરેનભાઈ નરશીભાઇ પટેલ અને તેના મિત્રો વેપારી વિનોદભાઈ પરસોત્તમભાઈ પટેલ, બિલ્ડર નયન ઘેલાભાઇ ગજ્જર, કલ્પેશ બિપિનચંદ્ર પટેલ, કાર્ટિંગનો વ્યવસાય કરતા વિરેન્દ્રસિંહ ગંભીરસિંહ ડોડીયા, બિલ્ડર અજીતભાઈ ભોગીલાલ પટેલ અને વેપારી મોહન પરષોત્તમભાઈ પટેલને ઝડપી લીધા હતા

(5:20 pm IST)