Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

વડોદરાના અકોટા વિસ્તારમાં પત્નીને પરપુરુષ સાથે જોઈ જતા પતિનો હુમલો:પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના અકોટા વિસ્તારની વસાહતમાં ગઇ મધરાતે એક યુવકે તેની પત્ની તેમજ પત્નીની સાથે હાજર પુરૃષ મિત્ર પર હુમલો કરતાં પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અકોટાના સંજયનગરમાં રહેતી યાસ્મીનબાનુએ પોલીસને જણાવ્યું છે કે,ગઇ રાતે મારો મિત્ર વિશાલ કહાર ઘેર આવ્યો હતો.ત્યારે મારો પતિ સલીમ તેના બે મિત્રોને લઇ આવ્યો હતો અને ગાળો ભાંડી મારા પર ચાકુના ઘા ઝિંકતા મને બંને હાથે ઇજા થઇ હતી.

ઉપરોક્ત બનાવ બાદ ઉશ્કેરાયેલા પતિ અને તેના સાગરીતોએ ઘરના  પલંગની પથારીમાં આગ ચાંપી હતી.જેથી મેં બૂમો પાડતાં હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.

(5:18 pm IST)