Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

કોરોના મહામારી સામે રોગપ્રતિકારક શકિત વધારવા યોગ-પ્રાણાયામ અસરકારક માધ્યમ : વિજયભાઈ રૂપાણી

તાલીમ પામેલ ૧૨૬ યોગ કોચ અને પાંચ હજારથી વધુ તાલીમાર્થી યોગ ટ્રેનરોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રમાણપત્ર એનાયત

રાજકોટ તા. ૮ : કોરોનાની વૈશ્વિક મહામારી સામે રોગપ્રતિકારક શકિત વધારવા યોગ-પ્રાણાયામ અસરકારક માધ્યમ હોવાનું હવે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યુ છે. તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત રાજય યોગ બોર્ડમાં  તાલીમ પામેલ રાજયના ૧૨૬ યોગ કોચ અને પાંચ હજારથી વધુ  તાલીમાર્થી યોગ ટ્રેનરોને વીડિયો કોંફરન્સના માધ્યમથી પ્રમાણપત્ર એનાયત કરતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણી આ પ્રાચીન યોગ-સાધના આરાધનાનો વ્યાપ રાજયમાં ઘર-ઘર પહોચે, સૌ તન-મનથી સ્વસ્થ નિરોગી રહી આત્માથી પરમાત્માનું અનુસંધાન યોગથી કરે તેવી સ્થિતીનું નિર્માણ હવે આપણે કરીએ, ગુજરાત દેશનું દિશાદર્શન કરતું આવ્યું છે અને આવા મોટા પ્રમાણમાં યોગ ટ્રેનર્સ-યોગ કોચના માધ્યમથી યોગ સાધનામાં જનશકિતને જોડીને સમાજ સમસ્તની સ્વસ્થતા અને આત્માથી પરમાત્મા સુધીના વ્યકિતના જોડાણમાં પણ અગ્રેસર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે યોગની પ્રવૃતિઓને વેગ મળે અને જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તે માટે વર્ષ ૨૦૧૯ થી ગુજરાત યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. આ કાર્યક્રમ અન્વયે રાજકોટ જિલ્લાના ૬ યોગ કોચ અને તેમના દ્વારા તાલીમ પામેલા ૧૪ યોગ ટ્રેનરોને કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત મહાનુભાવો સાંસદશ્રી મોહનભાઇ કુંડરિયા અને ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, લાખાભાઈ સાગઠિયાના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અધિક નિવાસી કલેકટરશ્રી પી.બી.પંડયા, ગુજરાત યોગ બોર્ડના સભ્ય પ્રકાશભાઈ ટીપરે તથા રાજકોટ જિલ્લા રમત ગમત અધિકારી વી. પી.જાડેજા અને પી. આર. પાંદવડરા ઉપસ્થિત રહ્યા હતા.

(2:32 pm IST)
  • અયોધ્યામાં નિર્માણ પામનારી મસ્જિદનો શિલાન્યાસ કરવા મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીને આમંત્રિત કરાશે : ઈન્ડો ઇસ્લામિક કલચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રવક્તા અતહર હુસેને આપેલી માહિતી : આ અગાઉ રામમંદિર ભુમીપુજન પ્રસંગે પત્રકારોએ પૂછેલા સવાલના જવાબમાં યોગીએ વ્યક્તિગત આમંત્રણથી હાજરી આપવા રાજી ન હોવાનું જણાવ્યું હતું : સાથોસાથ મુખ્યમંત્રી તરીકે કોઈપણ ધર્મ પ્રત્યે ભેદભાવ ન હોવાનું જણાવ્યું હતું access_time 8:51 pm IST

  • યુટ્યુબર ધનશ્રી વર્માએ શનિવારે ભારતીય યુવા ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ સાથે સગાઈ કરી હતી. નૃત્યાંગના-કોરિયોગ્રાફર ધનશ્રી એ આ સમાચાર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ધનશ્રીએ મંગેતર યુઝવેન્દ્ર સાથેના ચિત્રો શેર કરતાં લખ્યું કે "અમે અમારા પરિવારો ની હાજરીમાં 'YES' કહ્યું હતું access_time 6:51 pm IST

  • વિજય માલ્યાની ફાઈલ ગાયબ ,રાફેલની ફાઈલ ગાયબ ,ચીનની ભારતમાં ઘુસણખોરીનો અહેવાલ રક્ષામંત્રીની વેબસાઈટમાંથી ગાયબ : જયારે જયારે લોકો ભાવુક થયા છે ત્યારે ફાઈલો ગુમ થઇ છે : મોદી સરકારનો આ લોક વિરોધી પ્રયોગ છે : રાહુલ ગાંધીએ ટવીટરના માધ્યમથી કરેલ પ્રહાર અનેક લોકો દ્વારા રીટ્વીટ access_time 6:40 pm IST