Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્વારા AMCને 325 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ

કોરોના મહામારીના કારણે કોર્પોરેશનની આવકમાં ઘટાડો થયો છે

 

અમદાવાદ: ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્રારા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને 325 કરોડની માતબર રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ સફળતાના શિખરો સર કરી રહ્યું છે. શહેરના વિકાસ કાર્યો અર્થે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રુપાણીના હસ્તે રકમની ફાળવણી કરવામાં આવી હતી.

રકમ ફાળવવા બદલ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે કોર્પોરેશનના હોદ્દેદારો વતી રાજયના મુખ્યમંત્રી રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીનો આભાર વ્યક્ત કર્યો છે.

કોરોના મહામારીના કારણે કોર્પોરેશનની આવકમાં ઘટાડો થયો છે. આવકને ધ્યાનમાં લઇને કોર્પોરેશનને પ્રજાલક્ષી તથા જરૂરિયાત હોય તેવા કામો કરવાનું નક્કી કર્યું હતું. તે સિવાયના કામોને અટકાવવાનો નિર્ણય તાજેતરમાં કર્યો હતો. નિર્ણયની જાહેરાત કરી હતી. જો કે દરમિયાનમાં સરકાર તરફથી 325 કરોડ જેવી માતબર રકમની ગ્રાન્ટ મંજુર કરાતાં હવે બીજા કામો હાથ પર લેવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

(12:53 am IST)