Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ગુજરાતના પ્રિન્સિપલ CCIT ઇન્કમટેકસ તરીકે સિનિયર IRS અધિકારી અમિત જૈનની નિમણુંક

ફરી એકવાર મુંબઈથી બદલીને અમદાવાદ પ્રિન્સિપલ CCIT તરીકે

ગાંધીનગર,તા.૮: ગુજરાતના સિનિયર IRS અધિકારી અમિત જૈનની બદલી અમદાવાદથી મુંબઈ પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેકસ તરીકે કરાઈ હતી હવે ફરી એકવાર મુંબઈથી બદલીને અમદાવાદ PrCCIT તરીકે મુકવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયના રેવન્યુ વિભાગમાં બદલીના નિર્ણયો લેવામાં આવ્યો છે. આ નિર્ણયમાં સિનિયર IRS અધિકારી અમિત જૈનની બદલી મુંબઈથી અમદાવાદ પ્રિન્સિપલ ચીફ કમિશનર ઈન્કમટેકસ તરીકે કરવામાં આવી છે. નોંધનીય છે કે થોડા જ સમય પહેલા તેમની બદલી અમદાવાદથી જ મુંબઈ PrCCIT તરીકે કરવામાં આવી હતી. આ સાથે જ ગુજરાતના તત્કાલીન પ્રિન્સિપલ ચીફ કમિશનર ઇન્કમ ટેકસ પ્રિતમ સિંઘની બદલી ગુજરાતથી PrCCITથી ઉત્ત્।ર પ્રદેશ પૂર્વના PrCCIT તરીકે કરવામાં આવી છે.

અમદાવાદમાં અમિત જૈન ડિરેકટર જનરલ ઈન્વેસ્ટિગેશન અને PrCCIT 1ના પણ વધારાનો ચાર્જ સંભાળશે અને હાલ મુંબઈનો હવાલો શ્રી પતંજલિને આપવામાં આવ્યો છે. જે PrCCIT-2 તરીકે ફરજ બજાવે છે. જો કે, દેશમાં ૩૦ ઇન્કમ ટેકસ કમિશનર ઓફિસરોની પણ બદલી કરવામાં આવી હતી. આ બદલીઓમાં અમદાવાદના  PrCCIT-1 સુમંત સિંહાની જયપુર ખાતે બદલી કરવામાં આવી હતી. અમિત જૈનને હાલ અમદાવાદમાં PrCCIT-1ના એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો છે.

(3:35 pm IST)