Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

નર્મદા ડેમની જળસપાટી 129,38 મીટરે પહોંચી 5,68,020 લાખ ક્યૂસેકની જોરદાર આવક

અમદાવાદ :રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 5,68,020 ક્યુસેકની આવક થતાં જળસપાટીમાં દર કલાકે 10થી 15 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. છ કલાકમાં જળસપાટી એક મીટર વધી હતી.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સવારે 128.41 હતી. જે વધીને સાંજે પાંચ વગ્યા સુધીમાં 129.38 મીટર થઈ હતી. પાણીનું લાઈવ સ્ટોરેજ 2866 મીલિયન કયુબિક મીટર થઈ ગયું છે.  અને 250 મેગવોટના સીએચપીએચના એક યુનિટથી વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પાણીની સતત આવક થઈ રહી હોવાથી નર્મદાની મુખ્ય કેનાલમાં 7879 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

(8:33 pm IST)