Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સસ્તાદરે જળસંચયનો નવું અભિયાન

મેઘરજ તાલુકાના સાથારિયમાં ફેરો સિમેન્ટ પધ્ધતિ દ્વારા પાણી સંગ્રહની પ્રશશનીય કામગીરી

અરવલ્લી જીલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી ગ્રામ વિકાસ પ્રવુતિ દ્વારા સ્થાનિક સમસ્યાના નિરાકરણ માટે નોધપાત્ર કામગીરી હાથ ધરેલ છે.  રિલાયન્સ ફાઉન્ડેશન વર્તમાન સમયમાં ગ્રામીણ લેવલે લોક જાગૃતિ નીે સાથે સાથે લોક ઉપયોગી કામગીરી પણ નોધપાત્ર કરેલ છે.   

   મેઘરજ તાલુકાના સાથારીયા ગામમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂત મંડળ સાથે જોડાઈ ને સ્થાનિક સમસ્યા ના નિરાકરણ માટે  પ્રશંશનીય કામગીરી હાથ ધરેલ છે.. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અહીંની જરૂરિયાતને ધ્યાનમાં રાખી સથારિયમાં પાણીની સમસ્યા ના નિરાકરણ માટે એક નવી જ પધ્ધતિ દ્વારા 34 મીટર લંબાઈનો ચેકડેમ બનાવેલ છે જેમ  ફેરો સિમેન્ટ પધ્ધતિ કહેવાય છે આં પધ્ધતિ દ્વારા ખૂબ ઓછા ખર્ચે ટકાઉ મજબૂત બાંધકામ કરી શકાય છે  જે ઓછા ખર્ચે વધુ જળ સંગ્રહ કરી જરૂરિયાત પૂરી પાડી શકાય છે,જે પધ્ધતિ આર્થિક રીતે ખૂબ જ ઓછી ખર્ચાળ છે આં પધ્ધતિ દ્વારા ફક્ત ચેકડેમ જ નહિ , મકાન, પ્રોટેક્શન વોલ, પાણીની ટાંકી વગેરે બનાવી શકાય છે.

   ફેરો સિમેન્ટ પધ્ધતિ દ્વારા સાથારિયા માં બનાવેલ ચેકડેમ માં શ્રમદાન આપનાર ખેડૂત મંડળના પ્રતિનિધિશ્રી રાયચંદભાઈ જણાવે છે કે આં એક અલગ પ્રકારની પધ્ધતિ દ્વારા ચેકડેમનું નિર્માણ કરવામાં આવેલ છે જે આર્થિક રીતે ખૂબ ઓછા ખર્ચે તૈયાર થાય છે ,તેમજ સમયની સાથે સાથે પૈસાનો પણ બચાવ થાય છે, જે સામાન્ય બાંધકામ કરતા 45થી50 ટકા ઓછો ખર્ચ થાય છે અને પ્રમાણમાં પણ તે  મજબૂત અને ટકાઉ હોય છે.

(8:24 pm IST)