Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બોરસદ તાલુકાના નાપા તળપદ નજીકથી છાપો મારી 12 જુગારીઓને 40 હજારની રોકડ સાથે ઝડપી પડ્યા

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે બોરસદ તાલુકાના નાપા તળપદ અને નીસરાયા સીમમાં છાપો મારીને શ્રાવણીયો જુગાર રમતાં ૧૨ શખ્સોને ઝડપી પાડીને તેઓની પાસેથી રોકડા ૪૦ હજાર જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર ગઈકાલે નાપા તળપદ ચુમડીયા તળાવ નજીક આવેલા ખેતરમાં પોલીસે છાપો મારીને પત્તા પાનાનો જુગાર રમતાં મુનીરભાઈ અલીયારખાન પઠાણ (નાપા તળપદ), રાકેશભાઈ સુખદેવભાઈ પાટીલ (કરમસદ), ભાવીન મફતભાઈ પટેલ (આણંદ), ઈમામુદ્દીન રૂકમુદ્દીન શેખ (પેટલાદ), દિનેશભાઈ મોતીભાઈ પટેલ (આણંદ)અને ઝાકીર મુનીરભાઈ સૈયદ (પેટલાદ)ને ઝડપી પાડીને તેઓની પાસેથી રોકડા ૧૭૭૦૦ જપ્ત કર્યા હતા. 

(5:53 pm IST)