Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

આણંદના ત્રંબોવાડ ગામે મહી સિંચાઇ નહેરમાં ગાબડું: હજારો લીટર પાણી વેડફાયું; તંત્ર સામે લોકોમાં રોષ

ખેતર સહિત મુખ્યમાર્ગ ઉપર પાણી ફરી વળ્યું:અધિકારીઓ પહોંચ્યા

આણંદ જિલ્લાના ત્રંબોવાડ ગામ નજીક મહી સિંચાઈની નહેરમાં ગાબડું પડતા હજારો લીટર જેટલા પાણી વેડફાઈ જતા ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો

આ અંગેની વિગત મુજબ આણંદ જિલ્લામાં સોજીત્રા તાલુકાના ત્રંબોવાડ ગામ નજીકથી પસાર થતી મહી સીંચાઈ યોજનાની નહેરમાં એકાએક ગાબડું પડી ગયું હતું. ગાબડું પડવાની જાણ થતાં જ આજુબાજુના ગામ લોકો નહેર ખાતે દોડી આવ્યા હતા

  . નહેરમાં ગાબડું પડવાના કારણે ખેતર સહિત મુખ્યમાર્ગ ઉપર પાણી ફરી વળ્યું હતું. મહી સિંચાઈ યોજનાની નહેરમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ જોતા લોકોએ વહીવટી તંત્રના અધિકારીને જાણ કરી હતી. વહીવટી તંત્રના અધિકારીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વેડફાટ થતા પાણી અંગે નહેરમાં પડેલ ગાબડાનું સમારકામ કરાવવા માટે કવાવત હાથ ધરી હતી.

(12:28 pm IST)